હાલાકી:વાપી-શામળાજી હાઇવે પર પડેલા ખાડા ડામર અને કપચીથી પુરાયા

ઉનાઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન હતા

વાંસદા અને ઉનાઈથી પસાર થતો વાપી-શામળાજી હાઇવે પર કેટલાય સમયથી રસ્તાઓ પર મસમોટા ખાડાનું નિર્માણ થયું હોય જેને કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હાઇવે તંત્ર સફાળું જાગ્યું હતું. તંત્ર દ્વારા અમુક ખાડામાં કપચી અને ડામર મિક્ષ કરી થિંગડા મારવામાં આવતા તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે.

વાપી-શામળાજી હાઇવે પરથી મોટાભાગે લોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે, જેથી રસ્તા પર પડેલા ખાડાઓ કારણે લોડિંગ વાહનો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યાં છે. વાપી-શામળાજી હાઇવે પર કેટલાય સમયથી ઉનાઈથી લઇ વાંસદા સુધી અનેક મસમોટા ખાડાઓનું નિર્માણ થયું છે. ચોમાસામાં હાઇવે પર ઉનાઈથી વાંસદા સુધી અનેક મસમોટા ખાડાઓ પડી જતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં અનેક દ્વિચક્રી વાહનચાલકો પટકાયા હોવાના બનાવો બન્યા છે. હાલમાં ખાડાઓને કારણે ભમતી કોલેજ પાસે કાર તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

વાહનચાલકોને પડી રહેલી હાલાકી બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેમાં ઉનાઈથી વાંસદા સુધીના અમુક ખાડામાં થીંગડા મારવામાં આવ્યા હતા. જોકે મોટાભાગના ખાડાઓ પૂરવામાં તંત્ર ઉદાસીન વલણ અપનાવ્યું તેમજ માત્ર ડામર અને કપચીનું મિશ્રણ નાંખી અમુક ખાડા પુરી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જેથી તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...