તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલંદ માંગ:આદિવાસીઓને આશીર્વાદરૂપ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન શરૂ કરો

ઉનાઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે નેરોગેજ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે જેને પગલે મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે
 • મજૂરી, નોકરી, અભ્યાસ માટે ઉપયોગી આ ટ્રેન અંગ્રેજોના સમયથી આદિવાસી વિસ્તારમાં દોડાવવામાં આવતી હતી

કોરાના મહામારીના પગલે લોકડાઉન પહેલા આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ થઈ હતી. વઘઇથી બીલીમોરા જવા આદિવાસીઓ માટે સસ્તી અને સરળ નેરોગેજ ટ્રેન કોરોના સંદર્ભે સરકારી ગાઈડલાઈન પ્રમાણે પુનઃ ચાલુ કરવામાં આવે એવી આદિવાસી વિસ્તારના લોકોની માગ છે.

બીલીમોરથી આવતી નેરોગેજ ટ્રેન અંતરિયાળ અને ડુંગરાઓ વચ્ચેથી પસાર થઈ વઘઇ પહોંચે છે જે ખુબજ રોચક મુસાફરીનો અનુભવ થતો હોય છે. નેરોગેજ ટ્રેન ઉનાઈ થઈને પસાર થતી હોય છે. યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ઉનાઈ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર શનિવારે સુરતીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. સુરતીઓ સુરતથી બીલીમોરા સુધી ટ્રેનમાં આવતા હોય છે અને બીલીમોરથી વઘઇ નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરીને ઉનાઈ મંદિરે આવે છે. વઘઇ જંગલ અને ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે અહીં આવાગમનમાં વાહનોની અવરજવર ખૂબ ઓછી છે. અહીંના લોકોને આજુબાજુના વિસ્તારમાં અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેથી આ નેરોગેજ ટ્રેન આદિવાસી વિસ્તારના લોકોને અવરજવર માટે આશીર્વાદ સમાન છે પરંતુ તે બંધ હોવાથી મુશ્કેલી વધી છે. બીલીમોરાથી વઘઇ વચ્ચે દોડતી એકમાત્ર નેરોગેજ ટ્રેન કોરોનાને કારણે લોકડાઉન પહેલાથી બંધ હોય વઘઈ-વાંસદા વિસ્તારના આદિવાસી વર્ગને નવસારી-બીલીમોરા જવા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. બીલીમોરા અને વઘઇ વચ્ચે નેરોગેજ ટ્રેનનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. અંગ્રેજોના સમયથી આ ટ્રેન આદિવાસી વિસ્તારમાં દોડાવવામાં આવતી હતી. વઘઇ અને તેની આસપાસમાં વસતા આદિવાસીઓ મજૂરી અર્થે કે પછી નોકરી, અભ્યાસ માટે બીલીમોરા, નવસારી, વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં જવા આ ટ્રેનનો ઉપયોગ વર્ષોથી કરતાં આવ્યાં છે. જોકે, લોકડાઉન પહેલા આ ટ્રેન કોરોના જેવી મહામારીને કારણે બંધ કરવામાં આવી હતી. નેરોગેજ ટ્રેનની આ સુવિધા બંધ થઈ જવાને કારણે આ વિસ્તારના રહીશોની હાડમારીઓ વધી ગઈ હોય અને તેઓને ખાનગી વાહનોનો ઉપયોગ વધુ પૈસા અને સમય બગાડીને કરવો પડતો હોય છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકો સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ ટ્રેન પુનઃ શરૂ થાય તેવું ઇચ્છી રહ્યા છે. ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વહીવટી તંત્રે શરૂઆતથી જ નેરોગેજ ટ્રેન પર બ્રેક લગાવી દીધી હતી. જેની સીધી અસર ડાંગની સામાન્ય પ્રજા ઉપર થઇ હતી. હાલ સ્થાનિકોએ આર્થિક ભારણ વેઠી ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવી છે. હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે નેરોગેજ ટ્રેન પણ શરૂ કરવામાં આવે તો ડાંગ જિલ્લાના મુસાફરોને તેનો લાભ મળી શકે તેમ છે.

ટ્રેન બંધ થવાથી બસમાં જઈએ છીએ
બીલીમોરા-વઘઇ ટ્રેનમાં અનાવલથી બીલીમોરા ડેઇલી અપડાઉન કરું છું. લોકડાઉનમાં ટ્રેન બંધ થવાથી બસમાં જઈએ છીએ પરંતુ સમયસર બસ ન મળવાના કારણે સમયનો પણ બગાડ થાય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે તો હજારો મુસાફરોને આર્થિક લાભ થાય તેવી શક્યતા છે. - વિજયભાઈ પટેલ, વેપારી, અનાવલ

ટ્રેન ચાલુ કરવા ઉચ્ચસ્તરે રજૂઆત કરાશે
કોરોના પહેલા પણ ટ્રેન બંધ કરવામાં આવી હતી. જોકે લોકોની માંગણીને ધ્યાનમાં રાખી વલસાડ-ડાંગ સાંસદ કે.સી.પટેલને રજૂઆત કરી હતી. જે બાદ ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ વખતે ફરી લોકોની રજૂઆતને ધ્યાને લઇ ઉચ્ચસ્તરીય રજૂઆત કરી ટ્રેન ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરીશું.અગાઉ પણ આ ટ્રેનને લઇને રજૂઆત કરવામાં આવી હતી તેમાં સફળતા મળી હતી. હવે કોરોના સંક્રમણ સામે બાથ ભીડીને જીવન ધોરણ લોકો સામાન્ય રીતે જીવતા થયા છે ત્યારે ટ્રેનની પણ શરૂઆત થાય તો તેમને તેનો વધુ લાભ મળી શકે તેમ છે. - રસિકભાઈ ટાંક, મહામંત્રી, વાંસદા ભાજપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો