તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સિણધઇનું લીલવણ ફળિયુ દર ચોમાસે ગામથી વિખૂંટુ પડે છે છતાં તંત્ર નિંદ્રામાં

ઉનાઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંંચાયત પ્રમુખે સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

સિણધઈના ગોકુળધામ સોસાયટીના પાછળના ભાગે વર્ષો જૂનો રસ્તો આવેલો છે, જે લીલવણ ફળિયામાં રહેતા લોકોને ઉનાઈ અવર-જવર કરવાનો એકમાત્ર રસ્તો છે. અહીં વસતા પરિવારો ખેતી સાથે સંકળાયેલા હોય જેના કારણે આ કાચા રાસ્તનો ઉપયોગ ખેતીવિષયક કામ તથા અવરજવર માટે કરતા હોય છે. આ રસ્તો ઘણાં સમયથી જર્જરિત હાલતમાં છે. બીજા છેડે ઉનાઈ ગામનું ગટરનું પાણી અહીં આવતું હોય જેના કારણે અવરજવર કરનારા અહીંના રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

રસ્તો ઉબડ ખાબડ હોવાના કારણે મોટા વાહનો પણ નીકળતા નહીં હોય તેમજ નિચાણવાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતું હોય છે, જેના કારણે અહીંથી અવરજવર બંધ થઈ જતી હોય છે. જેથી અહીં રહેતા 30 જેટલા પરિવારને ચોમાસા દરમિયાન ખેડૂતો, મજૂરીવર્ગ, વિદ્યાર્થીઓને અવરજવર બંધ થઈ જતા અટવાતા હોય છે. તંત્ર દ્વારા આ બાબતે યુદ્ધના ધોરણે કામગીરી કરી ગરનાળનું નાખવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

પાણી ભરાઈ જતાં અવરજવર બંધ થઈ જાય છે
ચોમાસા દરમિયાન રસ્તના છેડે નિચાણવાળો ભાગ હોવાના કારણે પાણીનો ભરાવો થવાથી અહીંથી અવરજવર બંધ થઈ જાય છે. જેના કારણે ભરચોમાસે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ તેમજ ખેતીવિષયક કામો માટે લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવે છે. - રવિન્દ્રભાઈ પટેલ, સ્થાનિક

સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે
ગોકુળધામ સોસાયટી પાછળ આવેલા લીલવણ ફળિયામાં અવરજવરનો એકમાત્ર રસ્તો ખુબજ જર્જરિત અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી બંધ થઈ જાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરાતા વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાવિતે સ્થળ નિરીક્ષણ કરી આ સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવામાં આવશે એવુ જણાવ્યું હતું. - રાજુભાઇ પટેલ (નેર), મંત્રી, વાંસદા ભાજપ સંગઠન

અન્ય સમાચારો પણ છે...