તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો ભય:નવસારી-તાપી જિલ્લાની હદમાં અંબિકા નદીના પુલ પર ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય

ઉનાઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી-શામળાજી હાઇવે પર આવેલ પુલ પર સમસ્યા
  • રાત્રિ દરમિયાન વાહનોને લાઇટ ન દેખાવાના કારણે મુશ્કેલી પડે છે

નવસારી જિલ્લા તેમજ તાપી જિલ્લાની હદ પર આવેલા અંબિકાનદીના પુલ પર ઝાડી ઝાખરનું સામ્રાજ્ય તેમજ આ વાપી-શામળાજી હાઇવે હોય જે 24 કલાક વ્યસ્ત હાઇવે હોય અને અંબિકાનદી પરનો પુલ સાંકળો હોવાના કારણે ઝાડી ઝાખરને લીધે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. આ પુલ વાપી-શામળાજી હાઇવેના અન્ડરમાં હોય હાલમા જ હાઇવે ઓથોરિટી દ્વારા આ પુલની મરામત કરી આજુબાજુના રેલિંગ નવા બનાવી પુલની કાયાપલટ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા પુલની આજુબાજુ નડતરરૂપ આવેલા ઝાડી ઝાખરા દૂર ન કરવામાં આવતા રાહદારીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોમાં નારાજગી જોવા મળી હતી.

દર ચોમાસે આ પુલ પરનો રસ્તો અત્યંત જર્જરિત થઈ જતો હોય છે અને આજુબાજુ નમેલા ઝાડી ઝાખરાને કારણે અનેક વાહન ચાલકો પટકાયા હોવાનું જાણવા મળેલ છે. તેમજ પુલ પર રસ્તાની આજુબાજુ નડતરરૂપ ઊગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે અગાઉ ભૂતકાળમાં અકસ્માતો પણ થયા છે. જોકે અનેક ખેડૂતવર્ગ મળસ્કે શાકભાજી વેચવા આ રસ્તે ઉનાઈ આવતા હોય છે. જેથી રાત્રીના સમયે તેમજ મળસ્કે અવર જવર કરતા ખેડુતવર્ગ તેમજ રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

પુલ પહેલા રસ્તામાં મોટો વણાંક હોવાથી સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી. રાત્રી દરમિયાન મોટા વાહનો તેમજ નાના વાહનોની લાઈટ ન દેખાવને કારણે મોટા અકસ્માતો થવાનો ડર સતાવી રહ્યો છે. સત્વરે અંબિકાનદીના પુલના રસ્તાની આજુબાજુ નડતરરૂપ ઊગી નીકળેલા ઝાડી ઝાખરા તંત્ર દ્વારા સત્વરે દૂર કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...