• Gujarati News
  • National
  • Serious Negligence Of System At Vansada Cottage Hospital, RTPCR Lab Could Not Start Due To Lack Of Equipment

તંત્ર નિદ્રાંધિન:વાંસદા કોટેજ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી, RTPCR લેબ સામાનના અભાવે શરૂ ન થઇ શકી

ઉનાઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ કોરોના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે છતાં ઢીલી નીતિના કારણે બેદરકારી છતી થઇ

વાંસદા પથકના આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન કોટેજ હોસ્પિટલમાં કોરોનાને ટેસ્ટ માટે આરોગ્ય વિભાગ દ્વારા ફાળવેલી RTPCR ટેસ્ટની લેબ બનાવવામાં આવી પરંતુ સામાનના અભાવે હાલમાં લેબ શરૂ કરવામાં આવી નહીં હોવાથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે.nહાલમાં કોરોનાની ત્રીજી લહેર જોરસોરથી દસ્તક આપી રહી છે એવા સમયે વાંસદા તાલુકાની 96 ગામની પ્રજા જે કોટેજ હોસ્પિટલ પર નિર્ભર છે. એજ કોટેજ હોસ્પિટલ કેટલાય સમયથી RTPCR લેબ શરૂ કરવામાં વામળી પુરવાર થઈ રહી છે.

હાલમાં કોરોનાને કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે એવા સમયે RTPCR લેબ શરૂ કરવામાં તંત્ર પોતાની આળસ ખંખેરી રહ્યું નથી એ કેટલું યોગ્ય છે. RTPCR લેબ જો વાંસદામાં હોય તો કોરોનાનો RTPCR રિપોર્ટ એક દિવસમાં મળી જાય છે. જેથી વધુ સંક્રમણ અટકાવી શકાય અને કોરોનાના પેશન્ટને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે. જોકે હાલમાં RTPCR રિપોર્ટ નવસારી મોકલવામાં આવતા હોય છે, જે બે દિવસ બાદ રિપોર્ટ આવતો હોવાથી બે દિવસમાં સંક્રમણ વધી શકે છે. જેથી તંત્ર દ્વારા RTPCR ટેસ્ટ માટેની લેબ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે એ જરૂરી છે.

રાજકીય આગેવાનો આંખ આડા કાન કરી રહ્યાં છે
હાલમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી બાબતે અનેક રાજકીય આગેવાનો આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં છે. જોકે કોરોના રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે અરસામાં અનેક રાજકીય આગેવાનો કોટેજ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે તંત્ર સજાગ હોવાની ડંફાસ મારી વાહવાહી લૂંટવામાં કોઈ કચાશ રાખતા નથી.

આગામી પાંચ-છ દિવસમાં સામાન આવ્યા બાદ લેબનું કામ શરૂ કરી દેવાશે
વાંસદાની કોટેજ હોસ્પિટલના પાછળના ભાગે RTPCR લેબ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ લેબ શરૂ કરવા અડધો સમાન આવ્યો છે. અને અડધો સામાન આવ્યો નથી. ચાર-પાંચ દિવસમાં સામાન આવી જવાની હાલના તબક્કે શક્યતા છે. એ સંપૂર્ણ સામાન આવી ગયા બાદ આ લેબની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે જેનો લાભ વાંસદાની પ્રજાને મળશે. - આર.એમ.ઓ, કોટેજ હોસ્પિટલ, વાંસદા

ઉદઘાટન થવા છતાં લેબ કાર્યરત નથી
હાલમાં RTPCR સેમ્પલ નવસારી મોકલવામાં આવે છે. જેથી લેબ વહેલી તકે શરૂ કરવામાં આવે એ જરૂરી છે. લીમઝર સીએચસીમાં કોરોનાની બીજી લહેર વખતની બેડ સુધી લાવવામાં આવનારી ઓક્સિજનની પાઇપલાઇન હજુ સુધી અધૂરી છે, જે હાલની ગંભીર પરિસ્થિતિમાં કામગીરી યુદ્ધના ધોરણે પુરી કરવામાં નહીં આવે તો ત્યાં પણ કોરોના પેશન્ટને તકલીફ પડે એમ છે. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...