તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામુ:વિશ્વાસમાં ન લેવાતા હોવાના આક્ષેપ સાથે ઉનાઇ માતા મંદિરના ટ્રસ્ટીપદેથી સરપંચનુ નારાજીનામુ

ઉનાઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની માંગણી નહીં સંતોષાતા પદત્યાગ કરવાનું પગલું લીધું

ઉનાઇ માતાજીના મંદિરમાં ઉનાઈ સરપંચ ટ્રસ્ટી તરીકે હોય પરંતુ ટ્રસ્ટી તરીકે અવગણના અને વિશ્વાસમાં નહીં લેતા હોવાનો આક્ષેપ કરી ઉનાઈ સરપંચ જ્યોતિબેન દ્વારા ઉનાઈ માતાજી મંદિરના ટ્રસ્ટીપદેથી રાજીનામુ વાંસદા પ્રાંત અધિકારીને સુપરત કર્યું હતું. હાલમાં ઉનાઇ માતાજીના મંદિરનો વિવાદ વકર્યો હોય મંદિર કોરોના બાદ બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક મંદિરો સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે પરંતુ ઉનાઇ મંદિર સંપૂર્ણપણે ખોલવામાં વહીવટીતંત્ર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે મંદિરના વહીવટદાર તેમજ મંદિરના કર્મચારી હરીશભાઈ દ્વારા મંદિર ખોલવા બાબતે મનમાની ચલાવતા હોય ભક્તો તેમજ ગામના ધંધાર્થીઓ હાલાકિ ભોગવી રહ્યા હતા. ધારાસભ્ય તેમજ ગ્રામજનોએ ઉનાઈ/ખંભાલિયા બંધનું એલાન કરી ગ્રામજનોએ બિનરાજકીય રીતે પ્રાંત-અધિકારીના રૂબરૂમાં મંદિરના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા તેમજ અધિકારીઓને ગ્રામજનોએ મંદિરના કર્મચારી હરીશભાઈને તાત્કાલિક ધોરણે છૂટો કરવા જણાવ્યું હતું.

ગ્રામજનોની માંગણી નહીં સંતોષતા તેમજ ટ્રસ્ટી તરીકે અવગણના થતી હોય જેના કારણે ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેન પટેલ ઉનાઈ માતાજી મંદિરમાં ટ્રસ્ટી પણ હોય ગ્રામજનોના હિતનો પ્રશ્નને પગલે ગ્રામજનો સાથે મળીને તેમણે ટ્રસ્ટીપદેથી પ્રાંત અધિકારીને રાજીનામુ ધરી દીધું હતું. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલ, રાજુભાઇ પટેલ, દિલીપભાઈ પટેલ કુરેલીયા સરપંચ, ચઢાવ સરપંચ તેમજ ઉનાઈ-ખંભાલિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોના હિત માટે ફરજ પડી
ઉનાઈ સરપંચપદે અને ઉનાઇ માતાજી ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે હોવા છતાં મંદિરના વહીવટીતંત્ર દ્વારા વિશ્વાસમાં નહીં લઈ અવગણના કરવામાં આવતી હતી તેમજ ગ્રામજનોની માંગણની ઉપેક્ષા થતી હોવાથી ગ્રામજનોના હિત માટે ટ્રસ્ટીપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી.> જ્યોતિબેન પટેલ, સરપંચ, ઉનાઇ

અન્ય સમાચારો પણ છે...