તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:2022ની ચૂંટણીમાં વાંસદામાં ભગવો લહેરાશે : સહપ્રભારી

વાંસદા, ઉનાઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદામાં ભાજપા પ્રથમ કારોબારીની સભા યોજાઇ

વાંસદા કુંકણા સમાજની વાડીમાં ભાજપા વાંસદાની પ્રથમ કારોબારીની સભા ગુરૂવારે યોજાઈ હતી. આ પ્રસંગે વાંસદા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલે સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ભાજપ શિસ્તની પાર્ટી છે. આ પ્રસંગે મહેશભાઈ ગામીતે કહ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી છે, જેમાં પાર્ટીના અનેક કાર્યકર્તાઓનો કોરોનાએ ભોગ લીધો છે, તેઓ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સહપ્રભારી રાજીતભાઈ ચીમનાએ જણાવ્યું કે, પેજ કમિટી અને પેજ પ્રમુખનું માળખા ભાજપને આગળ ધપાવવાની મહત્વની ભૂમિકા છે. 2022ની ચૂંટણીમાં વાંસદામાં ભાજપાનો ભગવો લહેરાશે. આ ઉપરાંત જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલે પૂર્વ વનપર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કારોબારીમાં દરેક વિષયો પર સંયોજન થતું હોય છે.

પેજ કમિટીઓએ એક સામાજિક સંસ્થાની જેમ કોરોના મહામારીમાં સેવા આપી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીમાં સૌથી વધારે કામગીરી નવસારી જિલ્લાની અગ્રેસર રહી છે. પ્રજાલક્ષી ગરીબ કલ્યાણ મેળા યોજી છેલ્લા માણસ સુધી યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે.

આ પ્રસંગે વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ, મહેશભાઈ ગાંવિત, જિલ્લા પ્રભારી ભગુભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, સહપ્રભારી રણજીતભાઈ ચીમના, જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ, રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...