કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ:ખંભાલિયામાં બનાવાયેલ રસ્તામાં નિમ્ન કક્ષાની કામગીરી થયાની રાવ

ઉનાઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે મુખ્ય માર્ગથી જલારામ ફળિયાને જોડતો રસ્તામાં થઈ રહેલી ગેરરીતિ જે તપાસનો વિષય બન્યો છે. મુખ્ય માર્ગથી જલારામ ફળિયાના રહીશોને અવર જવર તેમજ આજુબાજુ ખેતીવાડી હોય અહીંની પ્રજાને શોર્ટકટ રસ્તો હોય જે બનાવવા ગ્રામજનોની વર્ષોથી માંગ ઉઠી હતી. જોકે રસ્તો બનવાની વાતને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. જોકે રસ્તાના નિર્માણ કાર્યનો ઇજારો બિનઅનુભવી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિની હદ વટાવી દેતા જુના રસ્તા કરતા નવો રસ્તો જર્જરિત બન્યો હતો.

જોકે આ રસ્તો હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ બનાવવામાં આવ્યો હતો. જેમાં નિમ્ન કક્ષાનું મટિરિયલ નાખવામાં આવ્યું હોય, જેને કારણે વાહનોની અવર જવર ઓછી હોવા છતાં ડામર અને કપચી બહાર આવી ગઈ હતી તેમજ રસ્તો બેસી ગયો હતો.

રસ્તા પર ડામર તેમજ સાઈડ પરથી કપચીના ગાબડા નીકળવા લાગ્યા હતા. જેમાં રસ્તાની એક છેડે અને બીજા છેડે નવિનીકરણ કરવામાં આવ્યું હોય વચ્ચેનો રસ્તો બનાવવામાં આવ્યો નહીં હોય જે એક તપાસનો વિષય બન્યો છે.

વાંધાજનક હશે તો પેમેન્ટ નહીં કરાય
ખંભાલિયામાં બનાવેલા રસ્તાના પેમેન્ટ બાબતે અમારી પાસે હાલ કશું આવ્યું નથી, આવશે એટલે રસ્તાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. જેમાં વાંધાજનક હશે તો પેમેન્ટ કરવામાં આવશે નહીં. -એ.પી.ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, વાંસદા

રસ્તો ફરી બનાવવા જણાવ્યું છે
ખંભાલિયામાં બનાવેલા રસ્તા બાબતે કોન્ટ્રાકટરનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી તેમજ રસ્તો ફરી બનાવવા જણાવ્યું છે. - હિમાંશુ રાઠોડ, તલાટી, ખંભાલિયા

અન્ય સમાચારો પણ છે...