પાણીની રામાયણ:ખંભાલિયામાં ભરઉનાળે પાણીની રામાયણ, ટાંકી લીકેજ થતા લોકો પાણી માટે તરસ્યાં

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે આપેલા વાયદાના ચાર માસ જેટલો સમય થવા છતાં સ્થિત હજુ બદલાઇ નથી

વાંસદા તાલુકાના ખંભાલિયાના હાઈસ્કૂલ ફળિયામાં આવેલી પાણીની ટાંકી લીકેજ થતા લોકોને પાણી મળતું નહીં હોવાની બૂમરાણ ઉઠી છે. વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે હાઈસ્કૂલ ફળિયાના 60થી 65 રહીશોના ઘરો વચ્ચે પાણીની ટાંકી આવેલી છે. વર્ષો અગાઉ બનાવાયેલી આ પાણીની ટાંકી લીકેજ થતા આ ટાંકી ક્યારે બદલાશે તેની લોકો રાહ જોઈ રહ્યાં છે. સરકાર નલ સે જલ યોજનાના મોટા દાવાઓ કરે છે ત્યારે ખંભાલિયા ગ્રામ પંચાયતના શાસકોની શાસન કરવાની હકીકત કંઈક અલગ છે.

ખંભાલિયાના હાઈસ્કૂલ ફળિયામાં આવેલી પાણીની ટાંકી લગભગ પાંચેક મહિના પહેલા લીકેજ થતા લોકોને પાણી મળતું નહીં હોવાની બૂમરાણ ઉઠી છે, જેના કારણે ભર ઉનાળે લોકોએ પાણી મેળવવા મુશ્કેલી વેઠવી પડે છે. હાલમાં ચૂંટણીના સમયે નવા સરપંચે હાઈસ્કૂલ ફળિયાના લોકોને વાયદો કર્યો હતો કે અમે ચૂંટાઈ આવીએ એટલે નવી ટાંકી નાંખી આપીશું પરંતુ તેમના વાયદાને 4 મહિનાનો સમય વિતી ગયો છે છતાં બદલાઈ નથી.

ગ્રામસભામાં પાણીની ટાંકીનો મુદ્દો ઉઠ્યા બાદ સરપંચે એક અઠવાડિયાનો સમય માંગેલો અને જો ટાંકીનો પ્રશ્નો હલ નહીં થાય તો પોતાના ખિસ્સાના રૂપિયા ખર્ચી ટાંકી બદલી આપીશ તેમ જણાવ્યું હતું. તેમને પણ 8 દિવસથી વધુનો સમય વિતી જતા હજુ ટાંકીના પ્રશ્નો હલ નહીં થતા ચૂંટણી વખતે કરેલા સરપંચના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોવાનો અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે. પ્રશ્ન એ ઉભો થયો છે કે ઘરે-ઘરે પાણી પહોંચાડવાની સરકારની નેમ પૂરી થઈ નથી. હજુ પણ અહીંના લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ લીકેજ પાણીની ટાંકીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલી નાંખવામાં આવે એવી લોકોની માગ છે.

પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલનની ચીમકી
હાઈસ્કૂલ ફળિયાના લોકો સાથે વ્હાલાદવલાની નીતિ જોકે આ મુદ્દે તેઓ લડત આપશે. ટાંકી પણ લીકેજ હોય ટાંકી ભરાતા જ તેમાંથી પાણી બહાર નીકળી જતું હોય છે. પંચાયત શાસકો વહેલી તકે ટાંકીનો પ્રશ્નો હલ નહીં કરાય તો ટૂંક સમયમાં જ પંચાયત સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. >ગણેશભાઈ પટેલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...