તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઉનાઈમાં નમેલા વીજપોલ અને ઝુલતા વીજતાર દુરસ્ત કરાયા

ઉનાઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા કામગીરી કરાઇ

ઉનાઈ પંથકમાં ઘણાં સમયથી વીજને લાગતી સમસ્યા ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જતો હતો. જોકે વીજ કંપની દ્વારા શનિવારે વીજકાપ મૂકી પ્રિમોન્સુન કામગીરીનો રાગ આલાપતી હોય પરંતુ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવાના કારણે અને અનેક જગ્યાએ વીજપોલ નમી પડેલા હોય અને અનેક જગ્યાએ વીજપોલ પર જીવંત વીજતારો ઝુલતા હોવાના કારણે રસ્તા અને ખેતરોમાં અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો હતો.

ઉનાઈ પંથકમાં ઝુલતા વીજતારોને કારણે અનેકવાર વીજપુરવઠો ખોરવાઈ જવાના તથા ખંભાલિયા સ્ટેશન પર નેશનલ હાઇવે 56 ચોવીસ કલાક વ્યસ્ત હોય મોટી ટ્રકો અને લોડિંગ વાહનોને કારણે ઝુલતા જીવંત વીજતારો ગાડીમાં અડી જવાના કારણે જોખમી સાબિત થઈ રહ્યા હતી. ભૂતકાળમાં રાત્રિ દરમિયાન આ જીવંત વીજતારો તૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું જેથી અનેકવાર વીજપુરવઠો ખોરવાઈ જવાના બનાવો બન્યા હતા. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ વીજ કંપની હરકતમાં આવી હતી. વીજ કંપની દ્વારા શનિવારે વીજ કાપ મૂકી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નમી પડેલા વીજપોલ તેમજ ઝુલતા જીવંત વીજતારોને શોધી કાઢી તેને મરામત કરવાની કામગીરી પૂરઝડપે કરવામાં આવતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો