તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો બીલમોડાથી ગુજરાતમાં પ્રવેશ

ઉનાઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પડોશી રાજ્યમાં કોરોનાનો કહેર છતાં તંત્ર ઉંઘમાં
 • માત્ર સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી પ્રવેશ અપાય છે

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સજ્જ થવા આહવાન કરાયું છે. વાંસદા તાલુકાના આ રોગ્ય વિભાગની તૈયારી અને મહારાષ્ટ્ર અને નવસારી જિલ્લાને જોડતી હદ પર કોરોનાને ડામવાની હાલની કવાયતનો તાગ મેળવતા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. બિલમોડા ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગનું વાહન અને સ્ટાફ અભાવ જોવા મળ્યો હતો. જેમાં ફરજ પર બે જ કર્મચારી કામગીરી કરી રહ્યા હતા.

જેમાં પણ એક કર્મચારી પોતાની સાવચેતી માટે વાહનચાલકોના ટેસ્ટિંગ દરમિયાન પીપીઈ સૂટ ક હેન્ડગ્લોઝ નહીં પહેરી જીવ જોખમમાં મૂકીને રેપિડ ટેસ્ટ કરતો નજરે પડ્યો હતો. યુનિફોર્મ વગર સાદા કપડાંમાં નજરે પડયા હતા ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘણીવાર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે બસની સુવિધા હાલમાં બંધ છે. જ્યારે પેસેન્જર રિક્ષા કે ખાનગી વાહનોમાં લોકો ઘેટાં-બકરાની માફક બેસીને મુસાફરી કરતાં હોય છે. લોકોને માત્રને માત્ર સેનેટાઈઝરથી જ હાથ સાફ કરાવી પ્રવેશ આપી દેવામાં આવે છે.

જ્યાં આ કામગીરી કરવામાં આવે છે ત્યાં કોરોના માટે સાવચેતીરૂપે જિલ્લા આરોગ્ય કેન્દ્ર નવસારીનું બોર્ડ પણ લગાવાવમાં આવ્યું છે આમ છતાં પણ મહારાષ્ટ્ર બોર્ડર ચેકપોસ્ટ બીલમોડા મહારાષ્ટ્રમાંથી કોવિડ રિપોર્ટ વિનાના પ્રવેશતા પેસેન્જર વાહનની અવર-જવર પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી, જેનાં કારણે સંક્રમણ વધવાની શકયતા ઉભી થઈ છે. વાંસદા આરોગ્ય કેન્દ્ર કોરોનાને ડામવા કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી આવતા લોકોની પૂરેપૂરી ચકાસણી થાય છે. અહીં તો પેસેન્જર વાહન ચાલકોને નીચે ઉતરવાની પણ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો