વિરોધ:ચઢાવથી સિણધઇને જોડતા રસ્તાના કામમાં વેઠ ઉતારાતા લોકોમાં આક્રોશ

ઉનાઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકોને હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાનું માલુમ પડતા વિરોધ દર્શાવ્યો

વાંસદા તાલુકાના ચઢાવ ગામથી સિણધઇ ગામને જોડતા રસ્તાનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ રસ્તાની કામગીરી અંગે મુલાકાત લેતા સિણધઈના રાજુભાઈ પટેલને કામગીરીમાં વેઠ ઉતાર્યાની શંકા ગઈ હતી. તેમણે કામગીરી સ્થળ પર જોતા રસ્તા પર પથરાઈ રહેલા મટિરિયલ હલકી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું. રસ્તાના કેટલાક અંતરે ધૂળિયા મટિરિયલ પાથરીને રોલ ફેરવી દેતા આ કામગીરીમાં મોટા પ્રમાણમાં વેઠ ઉતારાઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.જોકે આ રસ્તો કેટલાય સમય થી બન્યો ન હતો જેના કારણે ચોમાસા દરમિયાન આ રસ્તા પર મસમોટા ખાડાઓનું નિર્માણ થતું હોય છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો આ રીતે રસ્તાના કામમાં વેઠ ઉતરવામાં આવશે તો ચોમાસામાં ફરી મસમોટા ખાડા પડવાની સમસ્યા ઉભી થાય તો નવાઈ નથી.

જોકે રસ્તાના નિર્માણમાં વેઠ ઉતરતી હોવાનું ગ્રામજનોએ જણાવવા છતાં પણ રોડનું કામ યોગ્ય રીતે ન કરાતા સિણધઈના સ્થાનિકો અને આગેવાનોએ વિરોધ કરીને રોડનું કામ બંધ કરાવાની ચીમકી આપી હતી. જેમાં જિલ્લા પંચાયત હસ્તે મંજૂર થયેલા લાખોના ખર્ચે રસ્તાનું કામ ચાલી રહ્યું છે પણ રસ્તાની કામગીરીમાં હલકી કક્ષાનું મટિરિયલ નાંખી કામગીરીમાં વેઠ ઉતરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. સિણધઈના જાગૃત નાગિરક રાજુભાઈ પટેલે ઉચ્ચ કક્ષાએ રસ્તાની કામગીરી અંગે લેખિત ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાની લોકમુખે ચર્ચા ઉઠી છે, જે તપાસનો વિષય બન્યો છે.

કામગીરી બાબતે વિરોધ કર્યો હતો
રસ્તાના કામમાં વેઠ ઉતારાતી હોવાનું માલુમ પડતા સ્થળ પર જોતા રસ્તો બનાવવામાં હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અમે આ રસ્તાના કામગીરી બાબતે વિરોધ કર્યો હતો. જો હલકી કક્ષાનું મટિરિયલ વાપરી રસ્તો બનાવવામાં આવશે તો ચોમાસા દરમિયાન રસ્તામાં ખાડા પડવાની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી.- રાજુભાઇ પટેલ (નેર), સ્થાનિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...