તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સિણધઇમાં ગોકુલધામ સોસાયટીના પાછળ રસ્તામાં દિવાલ ચણતરથી લોકો વિફર્યા

ઉનાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલવણ ફળિયાના વર્ષો જૂના રસ્તાના વિવાદનો અંત નહીં આવતા મહિલાઓનો હલ્લાબોલ

સિણધઈ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીના પાછળના ભાગે રસ્તો બંધ કરવા દિવાલનું બાંધકામ કરાઈ રહ્યા હોવાની જાણ લિલવણ ફળિયાની મહિલાઓનો થઈ હતી. વર્ષો જૂના રસ્તાના વિવાદનો હજુ અંત નહીં આવતા મહિલાઓનો મિજાજ યથાવત રહેતા સોસાયટી દ્વારા કોઈ રજૂઆત નહી સાંભળતા હલ્લાબોલ કર્યો હતો.

મહિલાઓના ઉગ્ર વિરોધના પગલે સરપંચે કામ બંધ કરાવ્યું હતું. સિણધઈ ગોકુલ ધામ પાછળ આવેલ લિલવણ ફળિયામાં જતા રસ્તાનો વર્ષો જૂના વિવાદનો ઉકેલ આવ્યો નથી. જ્યાં સોસાયટીના પાછળના ભાગે દિવાલ ચણતરના કામની શરૂઆત કરતા વિફરેલાં ગ્રામજનોએ હલ્લાબોલ કરીને રસ્તો બંધ કરવા માટે બંધાઈ રહેલી દિવાલનું કામ અટકાવ્યું હતું અને સોસાયટીમાંથી કાયમી અવર-જવરનો રસ્તો હોવાથી સોસાયટીના પાછળના ભાગે દિવાલનું બાંધકામ નહીં કરવા સરપંચે આદેશ કર્યો હતો.

નોટિસ ફટકારી કામ બંધ કરવા જણાવ્યું
સિણધઈ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીના પાછળના ભાગે બનાવાઈ રહેલી દિવાલના કારણે ફળિયાના રહીશોનો અવરજવરનો રસ્તો બંધ થતાં મહિલાઓના ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ બાદ તલાટી સાથે સ્થળ પર જઇને ગ્રામજનોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. દિવાલ બાંધતા રોકી નોટિસ ફટકારી કામ બંધ કરવા જણાવ્યું હતું. > અરૂણાબેન પટેલ, સરપંચ, સિણધઈ

રસ્તા પર ગરનાળા નાંખી સ્થાનિકોની મુશ્કેલી દૂર કરવા ખાતરી અપાઇ છે
દર વર્ષે ચોમાસા દરમિયાન આખે-આખો રસ્તો પાણીમાં ડૂબી જતો હોય છે. જેથી લોકોએ હાલાકી વેઠવી પડતી હોય છે. ગ્રામજનોની રજૂઆત પગલે વાંસદા તા.પં.પ્રમુખ શાતુંભાઈ ગાવિત અને કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક સાથે ફળીયાની મુલાકાત લીધી હતી. રસ્તા પર ગરનાળા નાંખીને પડતી મુશ્કેલી દૂર કરવા ખાતરી પણ આપી છે. > રાજુભાઈ પટેલ (નેર), મંત્રી, વાંસદા ભાજપ સંગઠન

અન્ય સમાચારો પણ છે...