આ વર્ષે ઉનાઈ મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિ તહેવાર નજીક આવતા જ લોકોમાં મેળામાં જવાની રાહ જોવાતી હોય છે પરંતુ કોરોનાને કારણે આ વર્ષે નવસારી જિલ્લાનો મોટો ગણાતો લોકમેળો બંધ રહેશે. આ વખતે તહેવારોમાં મેળા બંધ રહેતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. દર વર્ષે નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકો મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે મેળો નહીં યોજાતા નાના ધંધાકીય લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.
મકરસંક્ રાંતિના મેળો શરૂ થાય તે પહેલાં જ ઉનાઈના રસ્તાઓ રોશનીથી ઝગગમી ઉઠે છે. આ મેળામાં રાઈડ્સ, કપડાં વાસણ રમત ગમતની વિવિધ રાઈડ્સ વગેરે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે પરંતુ આ વખતે મકરસંક્ રાંતિનો લોકમેળો નહીં યોજાવાનો હોવાથી નાના ધંધાર્ થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. યાત્રાધામ ઉનાઈ માતાજીના પટાંગણમાં 14મી મકરસંક્ રાંતિના તહેવારના 3 દિવસ દરમિયાન પરંપરાગત મકરસંક્ રાંતિના મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે તે શક્ય નહીં બને.
માતાજીના દર્શન કરી શકાશે
હાલમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં 400 માણસથી વધારે ભેગા થવાની મનાઈ છે અને મેળામાં હાજરો માણસની જનમેદની હોવાથી મેળો મોકૂફ રહેશે. આમ છતાં ગાઈડલાઈન પ્રમાણે મકરસંકાંત્રીના દિવસે માતાજીના દર્શન કરી શકાશે. - પ્રાંત અધિકારી વાંસદા
દુકાનકારોમાં નિરાશા વ્યાપી ગઈ છે
કોરોનાને કારણે ઐતિહાસિક ઉનાઈ માતાજીના યાત્રાધામમાં વર્ષોથી થતો મેળો સતત બીજા વર્ષે પણ મોકૂફ રહેવાના કારણે ભાવિક ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. મંદિર પાસેના દુકાનદારો તેમજ પંચાયતને મેળામાં થતી આવકમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી દુકાનદારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. - અનિલભાઈ પટેલ નવનિયુક્ત સરપંચ, ખંભાલિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.