તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ ટળ્યું:વાંસદાથી ખડકાળા ચીખલી હાઇવે પર ઉગી નીકળેલા ઝાડીઝાંખરાની મોડે મોડે સાફસફાઇ

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વળાંકમાં સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નહીં હોય અકસ્માત સર્જાય છે

હાઇવે તંત્ર દ્વારા વાંસદાથી ચીખલી હાઇવે પર વધી ગયેલા ઝાડી ઝાંખરાની સાફસફાઈ કરવામાં આવી હતી તેમજ અકસ્માતો નિવારવા ખડકાળા સર્કલ પર વધારાના ઊગી નીકળેલા ઝાડી ઝાખરાની પણ સફાઈ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાઇવે તંત્ર દ્વારા રસ્તા તેમજ સર્કલ પર વધી ગયેલા ઝાડીઝાખરા દૂર કરવામાં આવતા હોય છે. જેથી ચોમાસા દરમિયાન વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે નહીં.

જોકે હાઇવે તંત્ર દ્વારા આવી પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવના કારણે વાંસદા ચીખલી હાઇવે, ખડકાળા સર્કલ તેમજ વાપી-શામળાજી હાઇવેને અડીને અનેક જગ્યાએ ઝાડી ઝાંખરાને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા હોવાનું જાણવા મળે છે. જોકે વાંસદા તરફથી આવતા હ્યુન્ડાઈના શોરૂમ પાસે વળાંકમાં કોલેજના યુવાનોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આ વળાંકમાં પણ સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નહીં હોય તેમજ ઝાડી-ઝાંખરાને કારણે ખડકાળા સર્કલ પર અનેકવાર અકસ્માત બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં જ અહીં સર્કલ પાસે ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે તે આગાઉ પણ રાત્રિ તેમજ દિવસ દરમિયાન અનેક ટ્રકો પલટી મારી ગઈ હોવાનું જાણવા મળેલ છે. જોકે અગાઉ પણ આ વિસ્તારમાં રાત્રિના સમયે ખડકાળા સર્કલ પાસે લાઈટના અભાવને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી લાઈટના અભાવને કારણે અનેક વાહનચાલકો વારંવાર રાત્રિના સમયે ગોથું ખાઈ જાય છે.

ખડકાળા સર્કલથી ચીખલી તરફ જતા હાઇવે પર ડિવાઈડરની આજુબાજુ અનેક જગ્યાએ પણ ઝાડી ઝાંખરાને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રાહદારીઓને રોડ ક્રોસ કરતી વેળા સામેથી આવતા વાહનો નહીં દેખાવાના કારણે અકસ્માતના બનાવો અગાઉ બની ચૂક્યાં છે.

જેથી મોડે મોડે જાગેલા હાઇવે તંત્ર દ્વારા રોડની આજુબાજુ આવેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવામાં આવતા અનેક વાહન ચાલકોને મહદઅંશે રાહત થઈ છે. જોકે ચોમાસા પૂર્વે હાઇવેને લગતી અનેક સમસ્યાનું નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાડી ઝંાખરાને કારણે વાહનો ગોળાકાર ફરતી વખતે એકબીજા સાથે અવારનવાર ભટકાતા અકસ્માતો સર્જાતા રહ્યા છે, પરંતુ હવે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ સાફસફાઇ અભિયાનથી વાહનચાલકોના જીવ જોખમમાં નહીં મૂકાય.

અન્ય સમાચારો પણ છે...