તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારોને ટેસ્ટ કરાવવા તાકીદ

ઉનાઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને નાથવા પંચાયતની પહેલ

ખંભાલિયા પંચાયત દ્વારા દુકાનદારો, લારી-ગલ્લાવાળાને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. હાલમાં કોરોના જેવી મહામારી પુરજોશમાં શરૂ થવાના કારણે સરકારના આદેશાનુસાર ગામના દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓને ફરજીયાત કોરોના ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું.

21મીએ પ્રાંત કચેરી વાંસદામાં મળેલી મિટિંગમાં પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ખંભાલિયા ગામે ચાલતા લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોને ફરજીયાત કોરોનાનો રિપોર્ટ કરાવવો,જેથી ગ્રામપંચાયત દ્વારા તમામ લારીગલ્લા અને દુકાનદારોને ફરજીયાત સરકારી દવાખાનામાં રિપોર્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી. ખંભાલિયામાં પવિત્ર યાત્રાધામ ઉનાઇ માતાજીનું મંદિર આવેલું હોય જેના કારણે રોજબરોજ બહારથી પ્રવાસીઓ આવતા હોય છે.

કોરોના સંકમણ વધવાની શક્યતા હોવાના કારણે તંત્ર દ્વારા દુકાનદારો તથા લારીગલ્લા કે જ્યાં વધુ ભીડ થતી હોવાના કારણે ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. ખાંભલિયા ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને કોરોના ટેસ્ટ માટે તાકીદ કરી ગામમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અનોખી પહેલ કરી છે. અન્ય ગ્રામ પંચાયત દ્વારા પણ આ પહેલને અપનાવાય તો કોરોનાને નાથવામાં સફળતા મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...