બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનું ભારે આકર્ષણ:ઐતિહાસિક બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન દિવાળી વેકેશનમાં મુસાફરોથી ખીચોખીચ દોડી રહી છે

ઉનાઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોય મુસાફરી કરનારાઓ પ્રાકૃતિક સૌંદર્ય પણ માણી શકે છે
  • ટ્રેન પુનઃશરૂ થતાં તેની લોકપ્રિયતામાં વધારો થયો છે, મુસાફરી કરવા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે

દિવાળી વેકેશન માણવા આવતા મુસાફરોમાં બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનું ભારે આકર્ષણ જોવા મળ્યું દિવાળી વેકેશનમાં ટ્રેન બીલીમોરથી વઘઇ સુધી પ્રવાસીઓથી હાઉસફુલ નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ લેવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અનેક મુસાફરો બીલીમોરા રેલવે સ્ટેશનથી ઉનાઈ સુધીની ટિકિટ લઇ બીલીમોરાથી ઉનાઈ માતાજીના દર્શનાર્થે પણ મોટી સંખ્યા આવી રહ્યા છે. તેમજ બીલીમોરથી વઘઇ સુધી લોકો ટ્રેનની સફર કરવાનો માત્ર આનંદ ઉઠાવવા પણ આવી રહ્યા છે.

ઉનાઈથી વઘઇ સુધીની મુસાફરી ખુબ જ આહલાદક અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. જેમાં સરા પાસે આવતો નદી પર બનાવેલો પુલ પરથી ગાડી પસાર થતા ખુબજ રોમાંચક અનુભવ થાય છે. તેમજ કાળાઆંબા, ડુંગરડાથી પસાર થતા ડુંગરો અને જંગલોની પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનની મુસાફરી કરવા આવતા હોય છે.

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનની લોકપ્રિયતાને કારણે હાલમાં અનેક પ્રવાસીઓ ટ્રેનની મુસાફરી કરવા આવી રહ્યા હોય પરંતુ બીલીમોરથી વઘઇ સુધીના અનેક સ્ટેશનો પર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં સ્ટેશનો પરના જર્જરિત ટોયલેટ, સ્ટેશનોના મકાનો તેમજ પીવાના પાણીનો અભાવ જેવી અનેક અસુવિધાઓ બાબતે રેલવે વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે તો પ્રવાસીઓને ઘણી રાહત થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...