તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઉનાઇમાં ડાંગરની રોપણીમાં ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ

ઉનાઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પર નભતા ખેડૂતોની હાલત કપરી

ઉનાઈ પંથકમાં ડાંગરની રોપણી બાબતે ખેડૂતોમાં કહી ખુશી કહી ગામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરની ખેતી માટે માત્રને માત્ર વરસાદના પાણી પર નિર્ભર રહેનાર ખેડૂતોની સ્થિતિ હાલત કપરી બનવા પામી છે. જોકે ઉનાઈ પંથકમાં આવેલી અંબિકાનદીમાં પાણીની આવક સારી હોવાના કારણે નદીની આજુબાજુ આવેલા ગામોમાં પાણીની સગવડને કારણે અનેક ખેડૂતોએ પાણી મેળવી ડાંગરની રોપનીની શરૂવાત કરી દીધી હોય પરંતુ હાલમાં વરસાદ વરસે તો અંબિકા નદીમાં પણ પાણીની આવક જળવાઈ રહે તેમ છે. જોકે અનેક ખેડૂતો ડાંગરનું ધરું નાખી વરસાદના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય વરસાદ સારો થાય તો ડાંગરની રોપણી કરવામાં આવે નહીતો મોંઘુદાટ બિયારણ પાણી વગર ખરાબ થઈ જવાની ખેડૂતોને બીક સતાવી રહી છે.

અહીંના ખેડૂતો આખા વર્ષનું ખાવા માટેનું ડાંગરનો પાક ચોમાસામાં પકવતા હોય છે. જેથી આખું વર્ષ ખેડૂતો ડાંગરનો સંગ્રહ કરતા હોય છે. તેમજ લગ્ન પ્રસંગમાં પણ ડાંગરનો ઉપયોગ કરતા હોય છે અને બચેલું ડાંગર વેચી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા હોય છે. બાદમાં આખું વર્ષ શાકભાજીની ખેતી કરતા હોય છે. જો વરસાદ પ્રમાણ સર ન થાય તો ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે તો નવાઈ નથી. જેથી ઉનાઈ પંથકમાં ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...