કુદરતી ખેતી:રાસાયણિક ખેતીમાં જીવનું જોખમ હોવાથી ખેડૂતોને વર્મી અળસીયાનું ખાતર અપનાવવા સૂચન કરાયું

વાંસદા, ઉનાઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન બાયફ સજીવ ખેતી જાગૃતિ શિબિર અને ખેડૂત મિટિંગ યોજાઈ

નવસારી કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન બાયફના સહયોગથી સજીવ ખેતી જાગૃતિ શિબિર અને ખેડૂત મિટિંગનું આયોજન કરાયું હતું.વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન બાયફના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોના હિતમાં સજીવ ખેતી જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.

આ શિબિરમાં વાંસદા પંથકની આજુબાજુ ગામના ખેડૂતો, સંસ્થાના કર્મચારી, સંસ્થાના હાલના કર્મચારી તથા વસુધરા મંડળીના પ્રતિનિધિઓ, નવસારી યુનિવર્સિટીના અધિકારી, વસુધરા ડેરીના ચેરમેન, તાલુકા પ્રમુખ હાજર રહ્યાં હતાં આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આ બાયફ સંસ્થાની શરૂઆત સ્વ.ડો. મણીભાઈ દેસાઈ દ્વારા 1985મા વસુધરા મંડળીની શરૂઆત લાછકડી ગામેથી કરી હતી.

આજુબાજુના વાંસદા તાલુકામાં આંબા અને કાજુનો વાડી પ્રોજેક્ટ ખેડૂતોને આદિવાસીનો સમાજ વર્ગ ખેતીમાં આગળ આવે તે ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું અને વસુધરા દૂધ ઉત્પાદક આલીપોર ડેરીને પણ શરૂ કરવા મુખ્ય ફાળો સ્વ. મણીભાઈ દેસાઈનો હતો. હાલ ત્રણ જિલ્લા વલસાડ, ડાંગ, અને નવસારી જિલ્લા આવરી લેવાયેલ છે, જે વાર્ષિક 1200 જેટલી ડેરીનું 1900 કરોડ ટર્નઓવર થાય છે.

આદિવાસી સમાજની મહિલાઓ પશુપાલનનો વ્યવસાય કરી ઘર સંચાલન કરે છે. બાયફ સંસ્થા દ્વારા જે શરૂઆત આંબા કલમનો ઉછેર અને એને બનાવવાની પદ્ધતિ સૌ પ્રથમ લાછકડી ગામના સ્વ. પરુભાઈને ટ્રેનિંગ આપી 2000 કલમ બનાવી એની શરૂઆત કરાઈ હતી. જેને લીધે આજે વાંસદાના ખેડૂતોનું જીવનધોરણ ખુબ જ ઉચ્ચ આવ્યું છે. હાલ કેરીમાંથી અથાણું અને રસનો ઉપયોગ આ સંસ્થાથી પ્રખ્યાત છે. જેથી ત્યાંના લોકોને રોજગારી ખુબ જ પ્રમાણમાં મળી રહે છે. હવે રાસાયણિક ખેતીમાં જીવનું જોખમ હોવાથી ખેડૂતોને વર્મી અળસીયાનું ખાતર અપનાવવા સલાહ સૂચન કર્યું હતું.

એન.સી.ડી.સી. ગાંધીનગર દ્વારા 25 હજારના ચેકનો એવોર્ડ પણ હાલ આ બાયફને મળ્યો છે. આદિવાસીનું શોષણ આ બાયફ સંસ્થા થકી અટક્યો હોવાનું જણાવ્યું હતું. પ્રકાશભાઈ નાયકે રજૂઆત કરી હતી કે, મજુર મટી માલિક બનો ખેડૂતો દેવાદાર ન બને, મન હોય તો માળવે જવાય અને આંબા કલમને વધારે માન્યતા મળે તેવી અપીલ કરી હતી અને ખેડૂતો સમૃદ્ધિ કરી પ્રગતિ કરે તેવું જણાવ્યું હતું.

લાછકડી ગામે ખેતીલક્ષી ખેડૂત મિટિંગમાં વી.બી. દયાસા, વસુધરા ડેરી ચેરમેન ગમનભાઈ કે. પટેલ, ડો. સી. કે. ટીમ્બડીયા, તાલુકા પ્રમુખ શાંતુભાઇ, હસમુખભાઈ ખારેચા, પ્રફુલાબેન દેસાઈ, અભિષેક પાંડે, ઘોડમાળ બાબનભાઈ, ચોંઢાના સીતારામ ગવળી હાલ અમેરિકા નિવાસી અને આદર્શ ગામ બનાવવા મુખ્ય ફરજ બજાવતા પ્રકાશભાઈ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...