તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોમાં રોષ:ઉનાઈ પંથકમાં અંતરિયાળ વિસ્તારોમાં બિસમાર રસ્તાથી રોજીંદા અકસ્માત

ઉનાઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહનના ટાયર ફાટતા અને સ્લીપ થતા અકસ્માતથી ગ્રામજનોમાં રોષ

ઉનાઈ પંથકમાં આવેલા અંતરિયાળ વિસ્તારોના રસ્તા અત્યંત બિસમાર હોવાના કારણે ગામડામાં રહેતા વાહનચાલકો તેમજ ખેડૂતવર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય જેનું વહેલી તકે નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠી છે. ઉનાઈ પંથકમાં આવેલા આજુબાજુના ગામોમાં અંતરિયાળ વિસ્તરોમાં રસ્તા અત્યંત બિસમાર હોવાના કારણે અનેક સમસ્યા ઉભી થઈ છે.

અનેક રસ્તો પર માત્ર ધૂળ અને રસ્તા પર નીકળી આવેલા પથ્થર અને કપચીના કારણે વાહનચાલકોને વાહન હંકારવા હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમુક નાના-નાના રસ્તા પર મોટા પથ્થર અને કપચીઓ બહાર નીકળી હોવાના કારણે ઘણીવાર આવાગમન કરતા ખેડૂતોના વાહનોમાં કાપચીને કારણે વાહનોના ટાયર ફાટવા તથા અકસ્માત થવા તેમજ વાહનોમાં નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે.

અંતરિયાળ વિસ્તારોમાં મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે અહીં ખેડૂતો સાઈકલ તથા દ્વિચક્રી વાહનો પર ખેડૂતો દૂધ ભરવા ડેરી પર જતાં હોય ઉબડખાબડ રસ્તાઓને કારણે ડેરી પર દૂધ ભરવા જતા ખેડૂતો રસ્તાઓ પર પટકાયા હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે ખેડૂતોને સમયનો બગાડ અને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.

આ વિસ્તારના ખેડૂતો મોટાભાગે ખેતીમાં ભીંડા અને શાકભાજીની ખેતી કરતા હોય છે. ભીંડા અને શાકભાજી ખેતરમાંથી લાવી અંતરિયાળ વિસ્તારોમાંથી ઉનાઈ માર્કેટ સુધી નાના-મોટા વાહનોમાં લાવતા હોય છે. આવા બિસમાર અને ઉબડખાબડ રસ્તાને કારણે વાહનોને નુકસાન થવાથી ખેડૂતો પાકમાંથી કમાયેલા નાણાં વાહનોની મરામત પાછળ ખર્ચાઈ જતા હોવાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો હોય જેના કારણે તંત્ર દ્વારા આવા રસ્તાનું યોગ્ય નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો