અસ્થાનું કેન્દ્ર:ત્ર્યંબકેશ્વરથી ભક્તો ઉનાઈ મંદિરે પદયાત્રા કરી જ્યોત લેવા આવે છે

ઉનાઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિર અનેક ભાવિક ભક્તો માટે અસ્થાનું કેન્દ્ર છે હાલમાં પવિત્ર નવરાત્રીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો હોય જેથી માતાજીના દર્શનાર્થે અનેક ભક્તો માથું ટેકવવા આવતા હોય છે તેમજ ગરમ પાણીના કુંડમાં નહીં ધન્યતા અનુભવતા હોય છે મહારાષ્ટ્રના ભાવિક ભક્તો ઉનાઈ માતાજીમાં અનેરી આસ્થા ધરાવતા હોય છે જેથી વાર તહેવારે મહારાષ્ટ્રથી અનેક ભાવિક ભક્તો પદયાત્રા કરી ઉનાઈ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.

જેમાં હાલ અમાસના દિવસે મહારાષ્ટ્રના નાસિક ત્ર્યંબકેશ્વરથી 150 ભાવિક ભક્તોનું ગ્રુપ દર વર્ષે નવરાત્રીના આગલા દિવસે પદયાત્રા કરી ઉનાઈ આવી ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાજીના પટાંગણમાં માતાજીની જ્યોત લઇ પદયાત્રા કરી માતાજીની દિવ્ય જ્યોતને નવ દિવસ પ્રજ્વલિત કરી તેમની પૂજા અર્ચના કરી નવરાત્રીનો ઉત્સવ ઉજવે છે.

અન્ય સમાચારો પણ છે...