મુશ્કેલી:વાંસદાના અંતરિયાળ ગામોના જર્જરિત રસ્તા-ગરનાળાથી હાલાકી

ઉનાઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવાની સ્થાનિકોની માંગ

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ જર્જરિત હોય આદિવાસી વિસ્તારના લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નાના રસ્તાઓ જર્જરિત હાલતમાં તેમજ અનેક જગ્યાએ ગરનાળા પણ તૂટી ગયા હોય અંતરિયાળ વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા છે. અહીં વસતા આદિવસી વિસ્તારના લોકોને અવરજવર કરવા હાલાકિનો સામનો કરવો પડે છે. અનેક ગરનાળાઓ નિચાણવાળા તેમજ જર્જરિત હોવાના કારણે ચોમાસા દરમિયાન ગરનાળા વરસાદી પાણીમાં ડૂબી જતા અવરજવર બંધ થઈ જતી હોય છે. જેના કારણે મજૂર વર્ગ, વિદ્યાર્થી વર્ગ, નોકરિયાત તેમજ ખેડૂતવર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે.

આ બાબતે અનેક લોકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને દર વર્ષે સમસ્યા સાથે સમાધાન કરવું પડતું હોય છે. જોકે અમુક રસ્તાઓ તંત્ર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ ચોમાસા સુધી ટકતા ન હોય જેથી અંતરિયાળ વિસ્તારના લોકોની સમસ્યા ઠેરની ઠેર જ રહે છે.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અનેક જગ્યાએ હાલમાં બનેલા નાના-નાના રસ્તાના કામમાં મટિરિયલ ખરાબ વાપરવાના કારણે અનેક રસ્તા ચોમાસા પહેલા જર્જરિત બન્યા છે. આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરાય એવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...