રજૂઆત:કોરોના કાળમાં બંધ કરેલ બીલીમોરા-ઉનાઈ વાયા ખડકાળા રૂટની બસ ફરી ચાલુ કરવા માગ

ઉનાઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની રજૂઆત છતાં આજ-દિન સુધી એસટી તંત્ર દ્વારા રૂટ ચાલુ નહીં કરાયો

કોરોના કાળમાં સવારે વ્યારાથી બીલીમોરા આવતી બસ ઉનાઈ, ખડકાળા, પ્રતાપનગર વાયા થઈને આવતી હતી, જે બંધ કરવામાં આવી હતી તેમજ બપોરના સમયે એક વાગ્યે બીલીમોરાથી ઉનાઈ ઉપડતી બસ ખડકાળા અને પ્રતાપનગર આવતા અને જતા વાયા કરતી હતી એ સદંતર બંધ કરવામાં આવી હોય સવારે આઠ કલાકે બીલીમોરા ડોલવણથી ઉનાઈ, પ્રતાપનગર આવતા અને જતા વાયા કરતી હતી જે બસ બંધ કરવામાં આવી છે. આ બાબતે બસના રેગ્યુલર રૂટ ચાલુ કરાવવા કાંટસવેલ ગામના નાગરિક કરસન પટેલે વાંસદા-ચીખલીના ધારસભ્ય અનંત પટેલને રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ આ બાબતે વલસાડ ડિવિઝનમાં રજૂઆત કરતા વલસાડ ડિવિઝન દ્વારા ધારાસભ્યની રજૂઆતને પગલે તુરંત બસોના રૂટ ચાલુ કરવાની મંજૂરી આપ્યા છતાં આજદિન સુધી બસો ચાલુ કરવામાં આવી નથી. બાકી રૂટ પણ પછીથી ચાલુ કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. ધારાસભ્યએ ત્રણ ટાઈમ બસોના રૂટ ચાલુ કરાવવા માંગણી કરવામાં આવી હતી.

જેમાં ચાલુ રૂટ પણ બંધ થઈ ગયા છે તેમજ સુરખાઈથી ખડકાળા વચ્ચે 18 જેટલા સ્ટોપ અને 19 જેટલા ગામડા આવેલા છે જેનો સીધો લાભ ઉનાઈ યાત્રાધામ તેમજ ડોલવણ-વ્યારાને મળતો નથી. જેથી મોંઘવારીના સમયમાં છૂટક મુસાફરી કરી ડબલ ભાડું અને ટાઈમ બરબાદ થાય છે. જેથી આ રૂટ પર એસટી દ્વારા વધુ સેવા આપવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

રૂટ ચાલુ નહીં કરાતા ધારાસભ્ય સાથે ઉગ્ર આંદોલન કરીશું
કોરોના કાળ દરમિયાન બંધ કરેલા રૂટ ફરી ચાલુ કરવાની રજૂઆત વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલને કરવામાં આવી હતી એમના દ્વારા એસટી નિગમમાં રજૂઆત કરવા છતાં રૂટ ચાલુ કરવામાં આવ્યા નહીં હોય જેથી આવનાર દિવસોમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાથે મળી આંદોલન કરીશું. - કરસનભાઈ પટેલ , કાંટસવેલ

રજૂઆત છતાં રૂટ ચાલુ કરાયા નથી
ધારાસભ્ય તરીકે બસોના રૂટ ચાલુ કરવા માટે રજૂઆત કરવા છતાં આજદિન સુધી એસટી તંત્ર દ્વારા રૂટ ચાલુ કરવામાં આવ્યા નથી. જો માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં અગાઉની જેમ પ્રતિક ધરણાં તેમજ બસ રોકો આંદોલન કરવામાં આવશે. - અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...