તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સરા, ખરજઇ અને ધરમપુરીમાં ખેતી માટે 8 કલાક વીજળીની માગ

ઉનાઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વીજ કચેરીએ હલ્લાબોલ કરવાની ખેડૂતોની ચીમકી

વાંસદા તાલુકાના સરા,ખરજઈ, ધરમપુરી વિસ્તારમાં ખેતીવાડીની વીજળી આપવામાં વીજ કંપનીના ધાંધિયા બાબતે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક ખેડૂતો દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી. વાંસદા તાલુકાના ધરમપુરી, સરા, ખરજઈ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ખેતીવાડીમાં આપવામાં આવતી વીજળી પૂરતા આઠ કલાક ન અપાતી હોવાની ફરિયાદ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને કરવામાં આવી હતી. જેના અનુસંધાને ધારાસભ્ય અનંત પટેલ તાત્કાલિક ધરમપુરી ગામે પાંચ ગામના અગ્રણીઓ અને ખેડૂતોની મિટીંગ કરી હતી.

જેમાં સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ખેતીની આઠ કલાકની વીજળી પૂરતા સમય આપવામાં આવતી ન હોય વારંવાર વીજટ્રીપ થતાં ખેડૂતોને ખેતીમાં પાણી મુકવાની અગવડતા ઊભી થાય છે. જોકે ખેડૂતો દ્વારા વીજ કચેરીએ ફોન કરી જણાવતા ત્યાંના અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક ખેડૂતો દ્વારા ધારાસભ્યને કરવામાં આવી હતી. હાલમાં ખેતીમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેતીવાડી માટે વીજળીની તાતી જરૂરિયાત હોવા છતાં પૂરતા આઠ કલાકને બદલે પાંચ કલાક વીજળી આપવામાં આવતી હોવાનું સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ચીખલીના ધારાસભ્ય સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

આ કાર્યક્રમમાં ગામના આગેવાન અંકિત ગામીત, વજીભાઈ ગામીત, અરવિંદભાઈ, ખરજઇના આગેવાન બાબાનકાકા, કેવડિયાના ગોવિંદભાઈ, ધરમપુરીના વજેસિંગભાઈ તેમજ સરાના માજી ડેપ્યુટી સરપંચ ભીખુભાઈ કરસનભાઈ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી રણનીતિની ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો