તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં ભય:ઉનાઇમાં દીપડીએ 15 મરઘાનો શિકાર કરતા ફફડાટ

ઉનાઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાકા ફળિયામાં દીપડીના આંટાફેરા, દીપડીએ ઘરના પાછળના ભાગે કોઢારમાં ઘૂસી ત્યાં પૂરેલા દેશી મરઘાં પર તરાપ મારી
 • ખેતરમાં શિકાર કરેલા મરઘાના અવશેષો સાથે દીપડાના પંજાના નિશાન મળતા ખેડૂતોમાં ભયનો માહોલ, સ્થાનિકોએ ફોરેસ્ટને જાણ કરી

ઉનાઈ ગામના નાકા ફળિયામાંથી ગતરાત્રિએ દીપડાએ સુરેશભાઈ પટેલ ઘરના પાછળ આવેલ કોઢારમાંથી 15 જેટલા દેશી મરઘાના શિકાર કરીને ઉઠાવી ગયો હતો. ખેતરમાં તપાસ કરતા મરઘાંના અવશેષ સાથે દીપડી સહિત બચ્ચાંના પંજાના નિશાન મળી આવ્યા હતા.

ઉનાઈમાં ગતરોજ મોડી રાત્રે દીપડી બચ્ચા સાથે નાકા ફળિયામાં સુરેશભાઈના ઘરની પાછળ બનાવેલ કોઢારમાં ઘુસી આવી હતી. આ દીપડીએ ઘરના પાછળના ભાગે કોઢારમાં પુરેલા દેશી મરઘાંનો શિકાર કર્યો હતો. ઉનાઈ નાકા ફળિયા સહિત સિણધઈના લીલવણ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વારંવાર દીપડા દેખાઈ આવ્યાના બનાવો બની રહ્યા છે. જેને પગલે આ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ નાકા ફળિયા અને સિણધઈના લીલવણ ફળિયા જેવા વિસ્તારમાં દીપડી બચ્ચા સાથે ફરતો હોવાની ઘટનાથી આ વિસ્તારના ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક ફળિયાના લોકો પાસેથી મળતી માહિતી મુજબ દીપડા હવે ગામમાં માનવ વસવાટવાળા વિસ્તારમાં આવવા લાગ્યા છે, જેમાં પાલતુ પશુ, ગાય, ભેંસ, બકરા, મરઘાં કે પછી કૂતરા અથવા રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી મુકવા જતા ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે તેમ છે.

દીપડીના આંટાફેરા ગામની સીમમાં અને ખેતરોમાં શરૂ થઈ જતાં મજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મોડી રાત્રે દીપડો હવે ઘરોમાં રહેલા પાલતુ પ્રાણીઓને શિકાર બનાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેતર અને રસ્તા પર દીપડાની હાજરીરૂપે તેના પંજાના નિશાન સવાર પડતાની સાથે જ ખેડૂતો અને ગામલોકોને જોવા મળી રહ્યા છે. આ દીપડાઓ ગામ તરફ શિકારની શોધમાં ફરી રહ્યા છે અવારનવાર દીપડાની હાજરીથી ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગામમાં પાંજરુ ગોઠવવા લેખિત જાણ કરાઇ
દીપડીને લઈને હાલમાં ફળિયામાં ભયનો માહોલ ફેલાયો છે. અમુક કિસ્સામાં દીપડા અને મનુષ્યો સામ સામે આવી જતાં માનવ પર જીવલેણ હુમલાના બનાવો બની શકે તેમ છે. નાકા ફળિયા સહિત લીલવણ ફળિયામાં ફરતી દીપડીને વહેલી તકે પકડવા માટે પાંજરું ગોઠવવા માટે વાંસદા ફોરેસ્ટ વિભાગમાં લેખિત જાણ કરી છે > કલ્પેશભાઈ રાઠોડ, સ્થાનિક, ઉનાઈ

મરઘાના અવશેષો ખેતરમાંથી મળ્યા હતા
અમારા ઘરના પાછળ આવેલ કોઢારમાંથી ઉઠાવી જવાયેલા મરઘાની શોધખોળ કરતા ઘરની પાછળ આવેલ ખેતરમાંથી મરઘાંના અવશેષો મળી આવ્યા હતા. ઘરની આજુબાજુ આંટાફેરા મારતા દીપડીના બચ્ચા સાથે પંજાના નિશાન મળ્યાં છે. > સુરેશભાઈ, ખેડૂત, નાકા ફળિયા, ઉનાઈ

​​​​​​​તાત્કાલિક ધોરણે પાંજરૂં ગોઠવ્યું છે.
અમને દીપડા બાબતે લેખિત અરજી મળતા કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે અમે પાંજરું પણ ગોઠવ્યું છે. > ચેતન પટેલ, આરએફઓ, વાંસદા પૂર્વ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો