તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લીનચીટ:મિલકતને નુકસાનની ફરિયાદમાં ઉપસરપંચ-સભ્યને ક્લીનચીટ

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાઇના સરપંચની ડીડીઓને ફરિયાદના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
  • સરકારી મિલકત, સરકાર દ્વારા ખર્ચાયેલા 30 થી 40 લાખનું નુકસાનની વાત હતી

ઉનાઈના મહિલા સરપંચ જ્યોતિ પટેલે ડે.સરપંચ સુરેશભાઈ અને સભ્ય ધવલ ઢીમ્મરે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાની જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ થઈ હતી. ફરિયાદને પગલે ડે.સરપંચ અને સભ્યને તાત્કાલિક હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા હતા. હાલ ગાંધીનગર વિકાસ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીએ બન્ને જણાંને ક્લીનચીટ આપી હતી.

વર્ષ -2019 ડિસેમ્બરે ઉનાઈ ગામે યોજાયેલી ગ્રામ સભામાં ગ્રા.પં. સ્વચ્છતાના નામે લાખોની ઉચાપતના વિવાદ બાદ ઉનાઈ પં.માં ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી વ્યક્તિઓનો ચહેરો બચાવવા ઉધામા શરૂ થયા બાદ ઉનાઈ પં.સભ્ય ધવલ ઢીમર અને સુરેશભાઈ ગામીત સાથે સરપંચ જ્યોતિ પટેલ દ્વારા કિન્નાખોરી રાખીને ઉનાઈ વાવ પાસે આવેલ બગીચાને નુકસાન કર્યા હોવાનો રિપોર્ટ સોંપીને પં.સભ્ય વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને સરકારી મિલકતને નુકસાન કર્યું હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદને પગલે ખળભળાટ મચી ગયો હતો. ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ઉનાઈ પંચાયતના ઉપસરપંચ સુરેશભાઇ ગામીત તેમજ સભ્ય ધવલભાઈ ઢીમ્મર દ્વારા ગ્રામસભામાં ઠરાવ તેમજ સામાન્ય સભામાં ઠરાવ કર્યા વગર તેમજ સાફસફાઈ કરવાના હેતુસર સરપંચને વિશ્વાસમાં લીધા વગર ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલી વાવ પાસેના નવિનીકરણ તેમજ બાગબગીચો તેમજ બેસવાના બાંકડા, બોર પાણીની ટાંકી પાઇપલાઇન, કમ્પાઉન્ડ તેમજ બાળકોના મનોરંજનના સાધનોને નુકસાન કરવામાં આવ્યું હતું. સરકારી મિલકત તેમજ સરકાર દ્વારા ખર્ચાયેલા 30 થી 40 લાખનું નુકસાન કરાયું હોવાનું જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સોંપાતા તલાટીએ પંચકયાસ કરતા સરકાર દ્વારા મનોરંજનના સાધનો તેમજ અન્ય ખર્ચ માત્ર 9,99,650 થયો હોય તેમજ કોઈ નુકસાન જણાય આવ્યું ન હતું તેમજ મનોરંજના સાધનો સ્થળ પર સહીસલામત જણાઈ આવ્યાં હતા. તલાટી દ્વારા કરવામાં આવેલ પંચક્યાસમાં કોઈ નુકસાન જણાયું નહીં. સરપંચ દ્વારા અરજીમાં 30થી 40 લાખના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય પરંતુ જૂની વાવ પાસે માત્ર 9,99,650ના સાધનો સરકાર દ્વારા મૂકવામાં આવ્યા હોય તે સરપંચ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

જેથી પંચક્યાસ કરીને જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવામાં આવ્યો હોવા છતાં પણ ઉપસરપંચ અને સભ્યને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યાં હતા. જેથી ઉપસરપંચ અને સભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી તપાસની માગણી કરવામાં આવી હતી. માંગણી કરવા છતાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નહીં હોય જેથી સરપંચ અને સભ્યો દ્વારા વિકાસ કમિશ્નર ગાંધીનગરને અરજી કરતા જે બાદ વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા વિકાસ કમિશ્નરને ફરીથી તપાસ કરવાના આદેશો આપ્યાં હતા.

જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ફરીથી તપાસ કરતા સરપંચ દ્વારા કરવામાં આવેલી નુકસાની ભરપાઈની રકમ અને આક્ષેપો તદ્દન ખોટા પુરવાર થયા હતા. મોડેમોડે પણ ઉનાઇના ડેપ્યુટી સરપંચ અને સભ્યને નુકસાનીની મેટરમાં ક્લીનચીટ મળતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. આગામી દિવસોમાં ઉનાઇ પંચાયતનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...