તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાપી-શામળાજી હાઇવે પર અકસ્માત બાદ ખાડો પુરાયો, બીજા ખાડા જૈસે થે

ઉનાઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંસદાથી ઉનાઈ સુધીના તમામ ખાડા પુરવામાં તંત્રની આડોડાઇ

વાંસદાથી ઉનાઈ સુધીના વાપી-શામળાજી હાઇવે પર જમણી બાજુએ પડેલા ખાડાઓને કારણે હાલમાં જ વાંસદાના દ્વિચક્રી વાહનચાલક સામેથી આવતી ઇકો ગાડીના ચાલક સાથે ભટકાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જે બાદ રસ્તા પર પડેલા ખાડા બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયા બાદ તંત્ર દ્વારા જે ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો એ ખાડો પુરવામાં આવ્યો હતો પરંતુ આજ રસ્તા પર પડેલા બીજા અનેક ખાડા ન પુરી તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનું લાગી રહ્યું છે.

વાંસદાથી ઉનાઈ સુધી વાપી-શામળાજી હાઇવે પર જમણી બાજુએ રસ્તા પર અનેક ખાડા પડી ગયા હતા. હાઇવે ઓથોરિટી દ્વારા રિસરફેસિંગ કરવામાં આવ્યા બાદ થોડા જ સમયમાં હાઇવે પર ખાડા પડી ગયા હતા. વાપી-શામળાજી હાઇવે 24 કલાક વાહનનોથી ધમધમે છે. ખેડૂતવર્ગ શાકભાજી વેચવા મળસ્કે ત્રણ વાગ્યે બાઇક લઈને પસાર થતા હોય છે તેમજ લોડિંગ ટ્રકો પણ અહીંથી પસાર થતી હોય છે. જેથી ખાડાઓને કારણે બાઇક લઈને નીકળતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો.

ભુતકાળમાં આ ખાડાઓને કારણે ખેડૂતો તેમજ ધંધાર્થીઓને અગાઉ અકસ્માતો પણ નડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ હાઇવે પર જમણી બાજુએ પડેલા ખાડાઓને કારણે હાલમાં જ વાંસદા ગામના દ્વિચક્રી વાહન ચાલક સામેથી આવતી ઇકો ગાડીના ચાલક સાથે ભટકાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જે બાદ રસ્તા પર પડેલા ખાડા બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયા બાદ તંત્ર દ્વારા જે ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો એ ખાડો પુરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...