તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વાંસદા કોટેજ હોસ્પિટલમાં રખડતા ભૂંડનો અડિંગો, સ્વચ્છતાના નામે મીંડું

ઉનાઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ અધિકારીએ વિઝિટમાં આંખ આડા કાન કર્યાં

વાંસદામાં આવેલી કોટેજ હોસ્પિટલ તાલુકાના 95 ગામડાની અદિવાસી પ્રજા માટે લાઈફ લાઈન સમાન છે. જોકે સરકાર દ્વારા જૂની કોટેજ હોસ્પિટલની બાજુમાં નવી 100 બેડની હોસ્પિટલ આકાર લઇ રહી છે પરંતુ આ હોસ્પિટલ તૈયાર થાય ત્યાં સુધી જૂની કોટેજ હોસ્પિટલમાં ઓપીડી કાર્યરત છે. જૂની કોટેજ હોસ્પિટલના કંપાઉન્ડમાં મોટી સંખ્યા ભૂંડોએ અડિંગો જમાવ્યો છે. જેને પગલે ગંદકી ફેલાઈ રહી હોય છતાં હોસ્પિટલના જવાબદાર અધિકરીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

કોરોનાને પગલે દરેક સરકારી હોસ્પિટલો દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા જણાવવામાં આવી રહ્યું હોય એવા સમયમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં રખડતા ભૂંડો ગંદકી ફેલાવતા હોસ્પિટલમાં આવનાર દર્દીઓના આરોગ્ય અંગે જોખમ ઉભું થાય તો નવાઈ નથી. જોકે કંપાઉન્ડમાં પ્રસુતિ ગૃહની સામે બે ભૂંડોની પણ પ્રસુતિ થતા બચ્ચાઓ સાથે ભૂંડ પ્રસુતિ ગૃહની સામે આરામ ફરમાવી રહ્યા હતા. જોકે બચ્ચાવાળું ભૂંડ માણસો પર હુમલો પણ કરી શકે છે, જેના કારણે ત્યાંથી અવરજવર કરનારા લોકોને આ ભૂંડો દ્વારા જોખમ રહેલું છે. એજ દિવસે કોટેજ હોસ્પિટલમાં ઉચ્ચાધિકારી દ્વારા વિઝીટ પણ કરવામાં આવી હતી છતાં અધિકરીએ આંખ આડા કાન કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો