તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય શાયર:નવસારીમાં ડાયરાની રમઝટ સાથે ઝવેરચંદ મેઘણીનો 125મો જન્મ મોહત્સવ ઉજાવાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની તમામ લાઈબ્રેરીમાં મેઘાણીજીએ લખેલી કવિતાને અર્પણ કરાઇ

ગુજરાતની ધરા પર જન્મેલા અને મહાત્મા ગાંધીબાપુએ આપેલા રાષ્ટ્રીય શાયરનું બિરુદ એવા ઝવેરચંદ મેઘણીનો આજે 125મો જન્મ મોહત્સવ રાજ્ય સરકારે ધામધૂમ પૂર્વક ઉજવ્યો છે. જેમાં નવસારી જિલ્લા કક્ષાએ પણ રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં ડાયરાની રમઝટમાં ઉજવવામાં આવ્યો હતો.સાહિત્યકાર, કવિ, લેખક, પત્રકાર અને લોકહૈયામાં સ્થાન પામનાર ઝવેરચંદ મેઘાણીએ કસુંબીના રંગ દ્વારા પ્રેમની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતની જનતાએ કસુંબીના રંગને લોકહૈયે બેસાડીને મેઘાણીજીની ગાથા અમર કરી છે તેવા ગુજરાતના પનોતા પુત્રની આજે 125મી જન્મ જયંતિનો અવસર ઉજવીને નવસારી જિલ્લાની તમામ લાઈબ્રેરીમાં મેઘાણીજીએ લખેલી કવિતાને અર્પણ કરી હતી જે પ્રસંગે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી અને ગણદેવી ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ, ભાજપા સંગઠન ઉપસ્થિત રહી મેઘાણીજીની કવિતાને સ્થાનિક કલાકારોએ ડાયરા થકી રમઝટ બોલાવી હતી.

નવસારીના રામજીમંદિર હોલ ખાતે વન અને આદિજાતિ વિભાગના રાજ્ય મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને તેમને ભાવાંજલી આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી મેઘાણી રચિત વિવિધ ગીતોનો સંગીત ગ્રુપ દ્વારા સુંદર પ્રસ્તૃતિનો મહાનુભાવો તેમજ દર્શકોએ રસાસ્વાદ માણ્યો હતો.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રે અનન્ય પ્રદાનને યાદ કરતાં વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાતી સાહિત્યનું શિરમોર નામ અને ગુજરાતી સાહિત્યનું વિરાટ વ્યક્તિત્વ એટલે મેઘાણીજી. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક અને સાહિત્યકાર હતા. તેમણે સૌરાષ્ટનાં ગામડાઓ, કસ્બાઓ, ગીરનાં અડાબીડ જંગલો, નેસડાઓમાં રઝળપાટ કરીને શૌર્ય વાર્તાઓ, બલીદાન, ત્યાગ, પ્રેમ-સંમર્પણની વાતો, રાસડાઓ, દુહાઓ, લોકવાર્તાઓ શોધીને પોતાની કલમ થકી ખમીરવંતી કથાઓને અક્ષરદેહ આપ્યો હતો.

સૌરાષ્ટના ખૂણુખૂણેથી લોકગીતોના મોતી એકઠા કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમના અમરગીતો આજના સમયમાં પણ એટલાં જ પ્રસ્તૃત છે. સત્યાગહ સગ્રામ વખતનાં તેમના પ્રદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમના શૌર્યગીતો ‘સિંધુડો’ માટે તેમને બે વર્ષનો કારાવાસ થયો હતો. ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે તેમણે લખેલું ‘છેલ્લો કટોરો આ ઝેરનો’કાવ્ય ગાંધીજીના અંતરતમનો પડઘો પાડતું હતું.

એમના સર્જનમાં વતનપ્રેમ ઠાંસોઠાંસ ભરેલો રહેતો.આ પ્રસંગે તેમણે મેઘાણી રચિત કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું સહિતના કાવ્યોને યાદ કર્યા હતા અને ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું મહત્વનું પ્રદાન હોવાનું જણાવ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્યકાર મેઘાણીના જીવનકવન પર દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેનો દર્શકોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે મેઘાણીજી રચીત પુસ્તકોના સેટ જિલ્લા તેમજ તાલુકા ગ્રંથાલયોને વિતરીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા શ્રી મેઘાણી રચિત ગીતોની ભાવસભર પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. જેનો દર્શકોએ રસ્વાસ્વાદ લીધો હતો.

આ વેળાએ ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, ભાજપ આર્થિક સેલના સંયોજક મહેશભાઈ ભટ્ટ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ ઝેડ.પી.પટેલ, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, પ્રયોજના વહીવટદાર એમ.એન.નલવાયા, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...