તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:નવસારીના સિંધી સમાજના યુવાનોએ 42 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન નિઃશુલ્ક આપી કોવિડના દર્દીઓની સેવા કરી

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવાનોએ શહેરમાં ઓક્સિજનની અછત ઉભી ના થાય તે માટે સેવા શરૂ કરી ઓક્સિજનની જરૂર પુરી થાય એટલે મશીન પરત કરવાના હોય છે

નવસારી શહેરમાં બાર જેટલા સિંધી યુવાનોના સંગઠને અનોખી સેવાની શરૂઆત કરી છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતાં 42 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન ખરીદીને દર્દીઓને ઉપલબ્ધ કરાયા છે. અને ઓક્સિજનની જરૂર પૂર્ણ થતાં તે મશીન પરત કરવાના હોય છે.કોરોનાના દર્દીઓને મશીન નિ:શુલ્ક આપવામાં આવે છેજે દર્દીઓનો ઓક્સિજન લેવલ 85ની આસપાસ હોય છે. તેવા દર્દીઓ માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થાય છે.

જિલ્લાના અનેક હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં સારવાર કરાવતા કોરોનાના દર્દીઓ મશીન નિ:શુલ્ક અને કોઈ પણ જાતની વેલીડિટી વગર આપવામાં આવે છે. દર્દી સાજો થયા બાદ આ યુવાનોના ગ્રુપમાંથી કોઈ વ્યક્તિ મશીન પરત લઇને અન્ય દર્દીઓને ઉપલબ્ધ કરાવવાની સેવા કાર્ય કરી રહ્યા છે. સાથે જ વેન્ટિલેટરની જેમ જ કામ કરતા બાયોટેક મશીન પણ આ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જેથી કોઈ દર્દીની હાલત અતિ ગંભીર બને તો વેન્ટિલેટર ન મળતા આ બાયટેક મશીન દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. હાલમાં નાના મોટા સામાજિક સંગઠનો યથાશક્તિ પ્રમાણે કોરોનાને હરાવવા માટે સેવાકાર્ય કરીને માનવતા મહેકાવી રહ્યાં છે.

આ સેવા યજ્ઞમાં અને મશીનોની ખરીદીમાં અમેરીકા રહેતા સેવાભાવી મૂળ ભારતીયો પણ ત્યાંથી આર્થિક મદદ કરી રહ્યાં છે. હાલમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીનો રોટેશનમાં ફરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો