તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઇટાળવામાં ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0માં યુવાનો ઉમટી પડ્યાં, સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાવર્ગ સંકલ્પબદ્ધ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા નવસારીનાં ઇટાળવામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્ડ આઉટરીચ બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આઝાદ ભારત સ્વસ્થ ભારત અને સશક્ત ભારત બને તે માટે દેશમાં સૌ કોઈએ પોતાની તંદુરસ્તી પર ધ્યાન અવશ્ય આવવું પડશે. દેશમાં ચાલી રહેલા ફીટ ઇન્ડિયા અભિયાનનો ભાગ બનવા અને આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવા માટે દેશભરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું વિવિધ સ્થળોએ આયોજન થઈ રહ્યું છે.

જેનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાની સાથે લોકોને તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવાનો પણ છે. ફ્રીડમ રનનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.યોગેશ પટેલના હસ્તે લીલીઝંડી આપી કરાયું હતું. ફ્રીડમ રનમાં બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ, નેહરુ યુવા કેન્દ્રના વોલેન્ટીયર્સ, સ્થાનિક લોકો તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. આ તકે ઉપસ્થિત સૌ લોકોએ સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો તેમજ સૌ કોઈ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...