અકસ્માત:ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવકનું મૃત્યુ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટીપેથાણ નો યુવક નોકરી પર જતો હતો

નવસારીમાં એરૂ ગામથી દાંડી તરફ જવાના રોડ પર ટેમ્પોચાલકે બાઇકને ટક્કર મારતા નોકરી પર જતા મોટી પેથાણના બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નવસારીમાં એરૂમાં રહેતા ચંદ્રેશ મનુભાઈ પટેલે જલાલપોર પોલીસમાં જાણ કરી કે જલાલપોર તાલુકાના મોટી પેથાણ ગામે રહેતા ભાર્ગવ ગુલાબભાઈ પટેલ (ઉ.વ. 26) પોતાની બાઇક (નં. GJ-21-AR- 9429) લઈને નોકરી ઉપર જતા હતા.

દરમિયાન એરૂ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી ટેમ્પો (નં. GJ-21-Y-0381)ના ચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે હંકારી સામેથી આવતી ભાર્ગવની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે ભાર્ગવ રોડ પર પટકાતા માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. આ બનાવની અહેકો પ્રવિણભાઈ રત્નાભાઈ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...