કામગીરી:શિક્ષણમાં ક્રાંતિ માટે આપનું સોશિયલ મીડિયા પર અભિયાન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ખંડેર શાળાઓના​​​​​​​ ફોટા મોકલવા અનુરોધ

નવસારી અને ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ આવે અને તમામ શાળાઓમાં સુવિધાઓ મળે તેવા હેતુ સાથે આામ આદમી પાર્ટીએ બીડુ ઝડપી જર્જરિત બનેલી શાળાઓની યોગ્ય મરામત થાય અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે અભિયાન શરૂ કર્યુ છે. જે પૈકી સરકારી શાળાાઓ જર્જરિત હોય તો તેનો ફોટો અને વીડિયો બનાવીને વોટ્સએપથી કાર્યાલય મોકલવા માટે અનુરોધ કરાયો છે.

આગામી દિવસોમાં યોજાનાર ગુજરાતની સરકારી શાાળઓનો લાઇવ વીડિયો પ્રસારણ વડાપ્રધાન જોવાના છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ગુજરાતની બે પાંચ સરકારી શાળા બતાવીને વડાપ્રધાનની આંખોમાં ધૂળ નાંખવાનું કાર્ય ન કરે તે માટે આ કામગીરી કરાઇ રહી હોવાનું આપના હોદ્દેદારે જણાવ્યું હતું. સરકારી શાળાઓની સાચી હકીકત વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીએ બીડુ ઝડપ્યું છે અને તેથી જ ગામ, શહેર કે મહોલ્લા વિસ્તારની ખરાબ ખંડેર સ્કૂલનો ફોટો અને વીડિયો બનાવીને લોકોને વોટ્સએપ નં. 9512040404 ઉપર મોકલવા અનુરોધ કરાયો છે.

આપના મીડિયા સેલ દ્વારા તે સમગ્ર હકીકત વડાપ્રધાન સુધી પહોંચાડવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત શિક્ષણ માટે જે લડાઇ ચાલી રહી છે કે સ્પર્ધા ચાલી રહી છે તેમાં ભાગ લઇ પોતાના વિસ્તારને શાળાના ક્લાસરૂમ, ગ્રાઉન્ડ, કંપાઉન્ડ વોલ, શિક્ષણની ક્વોલિટી, શિક્ષકની સંખ્યા વગેરે બાબતે પણ ઉપરોક્ત નંબર પર ડેટા મોકલવા અનુરોધ કરાયો છે. નવસારીમાં આપના પ્રમુખ ચંદ્રકાંત રાણા, પ્રવક્તા વકીલ અમીત કચવે, ગીરાબેન પટેલ જ્યારે ડાંગમાં જિલ્લા પ્રભારી મનીષભાઇએ લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...