યુવાનની શોધખોળ જારી:વાંસદાના વાંગણ ગામે અંબિકા નદીમાં યુવાન તણાયો, નવસારીથી NDRFની એક ટૂકડી જૂજ ડેમ પહોંચી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન રોપણી કરવા ગયો અને તણાયો હોવાનું સ્થાનિકોનું અનુમાન

હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે વાંસદા તાલુકાના વાંગણ ગામે અંબિકા નદીમાં એક યુવાન તણાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ NDRFની એક ટુકડી યુવાનને શોધવા માટે જૂથ ડેમ ખાતે પહોંચી છે.

યુવાન રોપણી કરવા ગયાનું અનુમાન
વાંસદાના અંતરિયાળ વાંગણ ગામનો 45 વર્ષીય યુવાન રોપણી કરતી વેળાએ તણાયો હોવાની જાણ વહીવટી તંત્રને વહેલી સવારે કરવામાં આવી હતી. જેને પગલે નવસારીમાં સ્ટેન્ડ બાય રહેલી NDRFની ટુકડીને તાત્કાલિક વાંસદા રવાના કરવાની સૂચના આપવામાં આવી હતી. યુવાન તણાઈને જૂજ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેને લઈને યુવાનની શોધખોળ NDRFની ટુકડી દ્વારા શરૂ કરવામાં આવી છે.
નદી અને દરિયા કિનારેથી દૂર રહેલા સૂચના
એનડીઆરએફની સાથે વાંસદાના મામલતદાર પણ જૂજ ડેમ પહોંચીને યુવાનની શોધખોળ શરૂ કરી છે. યુવાન કઈ રીતે પાણીમાં ડૂબ્યો તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ હાલમાં વહીવટીતંત્ર દ્વારા વરસાદી માહોલમાં નદીના ડેમ અને દરિયાથી દૂર રહેવા લોકોને સૂચના આપી છે. ગઈકાલે અંબિકા અને કાવેરી નદી બે કાંઠે વહી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...