ફરિયાદ:ન્યૂડ ફોટો-વિડીયો વહેતા કરવાની યુવાનની ધમકી, 108 અભયમની ટીમે યુવતીને ઉગારી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં રહેતા યુવાને પૂર્વ પ્રેમિકાને રિલેશનમાં રહ્યા હતા ત્યારના ન્યૂડ ફોટા વહેતા કરવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી.નવસારી 181 અભયમ હેલ્પલાઇન ટીમને મળેલી માહિતી મુજબ યુવતી 7 વર્ષથી યુવક સાથે રિલેશનશીપમાં હતી. તેઓ અવારનવાર વાતો કરી મળવા માટે જતા હતા. યુવકે તેને હોટેલમાં મળવા માટે બોલાવી અને જબરજસ્તી ફોટા પાડયા હતા અને છૂટા પડતી વખતે યુવકે ધમકી આપી હતી કે જો હવે તું તારા ભાઈ સાથે પણ વાત કરશે તો ફોટા અને વિડીયો વહેતા કરી દઈશ. તે સમયે યુવતીએ ફોન લઈ લીધો હતો.

જેથી 181 અભયમ હેલ્પલાઇન ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરતા ફોન લઈ ફોટા ડિલિટ કરવા તેમને સમજાવ્યું કે હવે પછી યુવતીનો કોન્ટેક કરવો નહી અને લેખિતમાં લખાણ આપી જણાવ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે અને હવે પછી આવી ભૂલ થશે નહીં. યુવકને પોતાની ભુલ સમજાતાં યુવતીએ કાયદાકીય કાર્યવાહી કરવાની ના પાડી સમાધાન કર્યુ હતું. યુવતીના પરિવારોએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...