તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નવસારી હાઈવે પર ટેન્કર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત, મૃતક યુવક તેના પરિવારનો એકમાત્ર કમાનાર હતો

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક મહિનામાં હાઈવે પર 15 ફેટલના કેસ નોંધાયા

નવસારી ટ્રાફિક પોલીસ રોજના 125 કેસ ફર્સ્ટ લેન ભંગ ના કેસ કરે છે,તો પણ હેવી વ્હિકલ ધરાવતા વાહન ચાલકો નિયમોનો ભંગ કરવાથી બાઝ આવતા નથી,આજે વેજલપોર ગામે રહેતા 45 વર્ષીય ધીરુભાઈ હળપતિ જે ખેતી માં મજૂરી કરે છે કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ધોલાપીપલા પાસે હાઈવે ઓળંગતી વખતે અમદાવાદ મુંબઈ રૂટ પર રાજસ્થાન પાસિંગ ના ટેન્કરે યુવાનને અડફેટે લેતા ગંભીર હાલતમાં યુવનને હૉસ્પિટલમાં ખસેડાયા બાદ અવસાન થયું હતું ધીરુભાઈ હળપતિ પરિવારમાં કમાનાર એક જ વ્યક્તિ હતા મજૂરી કરી તેઓ માતા-પિતાનું ભરણપોષણ કરતા હતા તેમનું અવસાન થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે

આ સમગ્ર મામલે ટેન્કરચાલક શ્યામ મીણા ની પણ ધરપકડ કરવામાં આવી છે નવસારી જિલ્લા ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક વખત જાગૃતિ સેમિનાર કરવામાં આવે છે છતાં પણ અન્ય રાજ્યોમાંથી આવતા ડ્રાઇવરોમાં ટ્રાફિક લે ને લઈને જાગૃતિ અથવા સમજ હોતી નથી જેને લઇને તેઓ હાઇવે પર બેફામ વાહન હાંકે છે જેને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.

નવસારી જિલ્લા ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરત ગાંધી ના જણાવ્યા મુજબ વાહનચાલકોમાં ફસ્ટલેન ભંગ ના ગુના અંગે અન્ય રાજ્ય માંથી આવતા ડ્રાઇવરો માં સમજ હોતી નથી તેને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે તો કેટલીકવાર રાહદારીઓ પણ જોયા વગર રસ્તો ક્રોસ કરતા હોય છે તેને લઈને પણ ફેટલ ના કેસ સામે આવે છે જીલ્લામાં હાઇ વે પર લેન ભંગના રોજ 125 ગુનાઓ રજીસ્ટર થાય છે છતાં અકસ્માતો અટકવાનું નામ લેતા નથી.

અન્ય સમાચારો પણ છે...