તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સિસોદ્રા બ્રિજ પાસે લકઝરીની ટક્કરે બાઇક ચાલક યુવાનનું મોત, 2ને ઇજા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રની માસીને ત્યાં દીકરીના જન્મની શુભેચ્છા આપી પરત ફરતા હતા

વિજલપોરમાં રહેતા યુવાનની માસીને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તેમને શુભકામના આપવા યુવાન તેના મિત્રો સાથે બાઈક પર સાતેમ ગયા હતા. જ્યાંથી રાત્રિના સમયે પરત ફરતી વેળાએ ગણેશ સિસોદ્રા ઓવરબ્રિજ પર પસાર થતી લકઝરી બસચાલકે તેમની બાઈકને ટક્કર મારતા ત્રણ યુવાન પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બે યુવાનને ઇજા થતાં સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

વિજલપોરમાં રહેતા વિશાલ પટેલની માસી સાતેમ ગામે રહે છે. તેમને ત્યાં બાળકીનો જન્મ થયો હોય શુભકામના આપવા વિશાલ તેમના મિત્રો પ્રતિક અને તુષાર સાથે તેમના બનેવીની બાઈક (નં. GJ-21-AB-3671) લઈને ત્રિપલ સવારી સાતેમ ગામે ગયા હતા. જ્યાંથી તેઓ રાત્રિના 8 વાગ્યાના સમયે બાઈક પર પરત ફરી રહ્યાં હતા. બાઈક તુષાર પટેલ હંકારતો હતો ત્યારે ગણેશ સિસોદ્રાના બ્રિજ પરથી પસાર થતી વેળા તેમની પાછળ આવેલી લકઝરી બસ (નં. GJ-01-FT-6161)ના અજાણ્યા ચાલકે પૂરપાટ બસ હંકારી લાવી બાઈકને અડફેટે લીધી હતી.

તુષારના માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલા વિશાલ અને પ્રતિકને માથાના ભાગે ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રામ્ય પોલીસના મનેસભાઈ પ્રકાશભાઈ કરી રહ્યાં છે.

5 વાગ્યે નવસારીથી 3 યુવાન હેમખેમ ગયા બાદ 3 કલાકમાં એકે જીવ ગુમાવ્યો
નવસારીના યુવાનો પેસ્ટ કંટ્રોલમાં કામ કરતા હતા અને તેઓ સાંજે 5 વાગ્યે સાતેમ બાઈક પર જવા નીકળ્યાં હતા. જ્યાંથી રાત્રે 8 વાગ્યે પરત ફરતા હતા ત્યારે બનેલી ઘટનામાં એક મિત્રનું મૃત્યુ થયું હતું. આમ 3 કલાકમાં 3 મિત્રની મિત્રતા ખંડિત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...