વર્લ્ડ નો ટોબેકો ડે:તમાકુનું સેવન તમે કરો છો, ભોગવવું પરિવારે પડે છે, વિશ્વમાં 1.3 અબજ લોકો તમાકુનું સેવન કરે છે, વર્ષે 8.2 લાખના મૃત્યુ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરે છે. દર વર્ષે ડબ્લ્યુએચઓ વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરે છે. આ વર્ષ માટેની થીમ ‘તમાકુ અને યુવા પેઢીઓને આકર્ષિત કરવા માટે સંબંધિત ઉદ્યોગ યુક્તિઓ’ છે.

ડબ્લ્યુએચઓ યુવાનોને તમાકુના સેવનના નુકસાનકારક અસરોને સમજાવવા માટે વિવિધ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં તમાકુ ઉદ્યોગો યુવા પેઢીને આકર્ષવા માટે વિવિધ રીતોનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં ફ્લેવર્સ, ડિઝાઇન, વેચાણનો આધાર, ફિલ્મો, જાહેરાતો અને વેન્ડિંગ મશીનો સમાવેશ થાય છે. અભ્યાસોમાં જણાવાયું છે કે, મોટાભાગના ધૂમ્રપાન કરનારાઓને આ આદત જ્યારે કિશોર અવસ્થામાં હોય છે ત્યારે લાગી જાય છે, તેથી તેમને ધૂમ્રપાનથી દૂર રાખવા મહત્વનું બને છે. માર્ચ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને કારણે ઘણા બધા ધૂમ્રપાન કરનારાઓ તથા તમાકુનું સેવન કરનારા લોકોએ 10 ગણા ભાવ આપીને પણ પોતાની મનપસંદ સિગારેટ તથા તમાકુનું સેવન કર્યાના બનાવો સામે આવ્યા છે. જોકે લોકડાઉન 4.0માં જ્યારે પાન-મસાલા પરની દુકાનો પરના પ્રતિબંધો હટાવાયા તેવામાં અકલ્પનિય દ્રશ્યનું સર્જન થયું હતું. 

ફર્સ્ટ હેન્ડ સ્મોકથી 70 અને સેકન્ડથી 12 લાખના મોત
ધૂમ્રપાન કરનારા પોતાની સાથે તેના આજુબાજુ તથા તેમના પરિવાર માટે પણ જોખમકારક છે. મુખ્યત્વે આ બાબતે બે સ્ટેપ પડાયા છે. ફર્સ્ટ હેન્ડ સ્મોક :  ફર્સ્ટ હેન્ડ સ્મોક એટલે કે જે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેને ફર્સ્ટ હેન્ડ સ્મોકર કહેવાય છે. ફર્સ્ટ હેન્ડ સ્મોકના કારણે વિશ્વમાં આશરે 70 લાખ લોકોના મૃત્યુ થયા છે.
સેકન્ડ હેન્ડ સ્મોક : સેકન્ડ હેન્ડ સ્મોક એટલે જે લોકો ધૂમ્રપાન નથી કરતા પણ તેમના આજુબાજુના લોકો તથા પરિવારના લોકોના શરીરમાં શ્વાસ મારફતે કે ધુમાડા સ્વરૂપે તેમના શરીરમાં પ્રવેશે છે જેને પેસિવ સ્મોક તરીકે પણ ઓળખવામાં આવે છે આવી બાબતોમાં પણ કેન્સર થઇ શકે છે. સેકન્ડ હેન્ડ સ્મોકને કારણે આશરે વિશ્વમાં 12 લાખ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

સારા થનારા દર્દી સામે મૃત્યાંક 2 થી 3 ટકા છે
 મારી 24 વર્ષની કામગીરીમાં આશરે 2000 જેટલા દર્દીઓએ મારી પાસે સારવાર કરાવી છે. જેમાંથી 70થી 80 ટકા દર્દીઓ સારા થઇ ગયા છે અથવા તેમની તબિયત સુધારા પર છે. સારા થનારા દર્દીઓની સામે મૃત્યુઆંક 2 થી 3 ટકાનો છે. લોકડાઉનના કારણે તમાકુ અને સિગારેટ ન મળતા અમુક લોકોની સ્થિતિ ખૂબ જ બગડી ગઇ હતી. નવસારીમાં પણ તેની અસર જોવા મળી હતી. -ડો. પરિમલ લાડ, યેશા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...