તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:યોગીબાપાની સાધુતા એમના મુખ ઉપર જોવા મળતી, તેઓ બ્રહ્મવિદ્યાની કોલેજ હતા: પૂ. મહંતસ્વામી મહારાજ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગીબાપાએ હેત કરીને અક્ષર પુરૂષોત્તમ સિદ્ધાંત અમારામાં ધરબી દીધો હતો. યોગીબાપાની સાધુતા એમના મુખ ઉપર જોવા મળતું. નિર્દોષ હાસ્ય, એમની મધુર વાણી તેમજ બધાને સાચવી લેવાની અદભૂત કળાથી તેઓ બધના હૃદયમાં સ્થાન પામી ગયેલા. યોગી બાપા તો બ્રહ્મવિદ્યાની કોલેજ હતા. મારી અને યોગીજી મહારાજની ચાર આંખ મળી અને મારા મનના સંકલ્પો મટી ગયેલા. તેમની સ્નેહલ વર્ષા અમને અંતરથી ભીંજવી ગયેલી. મૂંઝવણ થતી તો પણ તેમની આજ્ઞા પાળતા. તેઓ હંમેશા હેતથી બળભરી વાતો જ કરતા.

બધાને બ્રહ્મરૂપ કરવાનો તેમનો ઉત્સાહ ગજબનો હતો. તેઓએ અમને એકાંતિક બનાવ્યા. તેઓ હંમેશા આ જન્મે બધાને અક્ષરધામમાં મુકી દેવાની વાત કરતા અને ધબ્બા-થપ્પાનો ધોધ વરસાવતા ઉપરોક્ત શબ્દો પ્રગટ ગુરૂહરિ પૂ. મહંતસ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત પ્રગટ ગુરૂહરિ પૂ. મહંતસ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર વ્યાખ્યાનમાળામાં ઓનલાઈન આશીર્વચનો પાઠવતા ઉચ્ચાર્યા હતા. સુરત બાપ્સ મંદિરના મહંત પૂ. ઘનશ્યામચરણ સ્વામીએ યોગીજી મહારાજ સાથે સંસ્મરણો વાગોળતા તેમણે યોગીબાપાને નિયમ ધર્મના ચૂસ્ત પાળનારા અને બાળકો-યુવકોને સત્સંગનો રંગ લગાડનારા તરીકે બિરદાવ્યા હતા. પૂ. ભક્તિપ્રિય (કોઠારીબાપા) સ્વામીએ યોગીજી મહારાજ સાથેના સંબંધો અંગે પ્રકાશ પાડ્યો હતો.

સદગુરૂ સંત પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ યોગીબાપા સાથેના સ્વાનુભાવો વર્ણવત જણાવ્યું હતું કે યોગીબાપા સૌ કોઈનું ધ્યાન રાખતા. પૂ. વિવેકસાગર સ્વામીએ પોતાની યોગીબાપા સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે યોગીબાપાએ મને હેતરૂપી કલોરો‌ફોર્મ આપી અ.પુ.નું જ્ઞાન પાકુ કરાવી દીધુ હતું ? જીવન મુક્તિની અનુભૂતિ થાય તેવી કૃપા કરવા પૂ. વિવેકસાગર સ્વામીએ પૂ. મહંતસ્વામીબાપાને અરજ ગુજારી હતી.

અન્ય સમાચારો પણ છે...