યોગનો ફેલાવો કરવાનો પ્રયાસ:નવસારીમાં 'યોગ પે ચર્ચા' અને બાઇક રેલીનું આયોજન, આવતીકાલે લુન્સિકુઇ મેદાનમાં નિ:શુલ્ક યોગ શિબિર યોજાશે

નવસારી15 દિવસ પહેલા
  • આજે શહેરની વિદ્યાકુંજ હાઇસ્કૂલ ખાતે યોગ પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યા છે. જેને લઇને ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જે જિલ્લા કક્ષાએ લોકોને નિશુલ્ક યોગની તાલીમ પણ આપે છે. નવસારી જિલ્લામાં અવારનવાર યોગનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે અનેક કાર્યક્રમો યોજાય છે, જેના ભાગરૂપે આજે શનિવારે શહેરની વિદ્યાકુંજ હાઇસ્કૂલ ખાતે યોગ પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગમાં રૂચિ ધરાવનારા લોકો મોટી સંખ્યામાં આ ચર્ચામાં જોડાયા હતા. આ ચર્ચાના અધ્યક્ષસ્થાને રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી જોડાયા હતા.

આવતીકાલે યોગશિબિરનું આયોજન

આ જ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે લુંસિકુઇ મેદાનમાં સવારે સાડા પાંચથી એક નિશુલ્ક યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં 750થી વધુ લોકોએ યોગ કોચની તાલીમ લીધી છે, 500થી વધુ યોગ સંવાદ થયા છે અને 60 હજાર યોગ ટ્રેનર તાલીમ લઇ રહ્યા છે. સાથે જ 5 હજારથી વધુ યોગ વર્ગ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાની તૈયારી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...