શુભ સંયોગ:આજે સંકટ ચોથનો યોગ અને મંગળવાર, અંગારક ચોથના દિવસે ગણેશજીની સાથે મંગળદેવની પૂજા કરો

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે મંગળ ગ્રહની પૂજા કરવાથી અંગારક યોગની અસર ઘટવા લાગે છે

ધાર્મિક માન્યતાઓમાં સંકષ્ટી ચોથનું મોટું મહત્ત્વ છે. માન્યતા છે કે, આ દિવસે જે પણ વિઘ્નહર્તા ગજાનનની વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરે છે, ગણેશજી તેમની બધી કામના પૂર્ણ કરે છે. મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

હિંદુ કેલેન્ડર પ્રમાણે વર્ષમાં એક કે 2 વાર જ આ સંયોગ બને છે. આ વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની ગજાનન સંકષ્ટી ચોથ એટલે 27 જુલાઈના આ સંયોગ બન્યો હતો. તે પછી 23 નવેમ્બર, મંગળવારના રોજ એટલે કે આજે ગણાધિપ સંકષ્ટી ચોથનો સંયોગ બનશે. આ પછી 19 એપ્રિલના રોજ વૈશાખ મહિનાના વદ પક્ષની વિકટ સંકષ્ટી ચોથને મંગળવાર હોવાથી અંગારક ચોથનો સંયોગ બનશે. આ અંગારક ચોથ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા સાથે મંગળદેવની પણ પૂજા કરવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. અંગારક ચોથ વ્રતમાં મંગળ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે શિવલિંગ ઉપર લાલ ચંદન, લાલ ફૂલ અને ગુલાલ ચઢાવવું જોઈએ. આ ચોથ વ્રતમાં લાલ કપડા પહેરવા જોઈએ. તેની સાથે જ ફળના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

માન્યતા છે કે, ગણેશજીને લીલા રંગ સિવાય લાલ રંગ પણ પ્રિય છે. એટલે ગણેશ પૂજામાં લાલ રંગના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશ પૂજા કરતી સમયે જાસૂદના ફૂલથી ગણેશજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે. સાથે જ, મંગળવારે ગેંદાના ફૂલ ચડાવવા જોઈએ. ગણેશ પૂજન પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવા જોઈએ આ ગ્રહની પૂજા શિવલીંગ સ્વરૂપે કરવામાં આવે છે. મંગળ દેવને જળ, લાલગુલાલ અને લાલ ફૂલ ચઢાવવામાં આવે છે. મંગળદેવની ભાત પૂજા ખાસ કરીને કરવામાં આવે છે. ભાત પૂજામાં શિવલીંગ ઉપર પકવેલા ભાતથી શૃંગાર કરવો જોઈએ.

સંકષ્ટી ચોથની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી, સાફ વસ્ત્ર પહેરીને પૂજા ઘરને સાફ-સ્વચ્છ કરો અને વ્રતનો સંકલ્પ લો.તે પછી ભગવાન ઉપર ગંગાજળ અર્પણ કરી તેમને સ્નાન કરાવો. ફૂલ અર્પણ કરો.ગણેશજીને સિંદૂર ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે તેમને ભોગ ધરાવો. આ દિવસે ભગવાન ગણેશજીને તેમની પ્રિય સામગ્રી જેમ કે લાડવા કે મોદકનો ભોગ ધરાવવો જોઈએ.સાથે જ, દૂર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ. ભગવાનની વિધિવત આરતી કરી બધાને પ્રસાદ વહેંચો.

અન્ય સમાચારો પણ છે...