ફિલ્મ વિશેષ:નવસારીની અનોખા વિષય ઉપર બનેલી 2 શોર્ટ ફિલ્મ્સ ‘ચાર્લી’ અને ‘ચક્ર’ની દેશવિદેશમાં વાહ વાહ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 લાખથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ ઉપર હજારો વ્યૂઝ મળ્યા

નવસારીની 2 શોર્ટ ફિલ્મને 33 લાખથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતી પોકેટ ફિલ્મસે પસંદ કરી દેશ વિદેશમાં હજારો લોકોની ‘વાહ વાહ’ મેળવી છે. નવસારીના જાણીતા કલાકારોએ 2 શોર્ટ ફિલ્મ બનાવી છે.જેમાં એક ચાર્લી અને બીજી ચક્ર છે. ચાર્લી 17 મિનિટની છે અને ચક્ર 7 મિનિટની છે. ચાર્લી ફિલ્મ ડો મૃદુલ વૌદ લિખિત અને દિગ્દર્શિત છે અને ચક્ર ફિલ્મ ડો દીપેન ભટ્ટ લિખિત દિગ્દર્શિત છે. ચક્ર ફિલ્મમાં તો નવસારીના જાણીતા કલાકાર રૂમી બારીયાએ પણ અભિનય કર્યો છે.જ્યારે ચક્ર ફિલ્મ કર્મના સિદ્ધાંત પર આધારિત ફેન્ટસી ડ્રામાં છે.ચાર્લી ફિલ્મ પણ અનોખી ફિલ્મ છે.

આ ફિલ્મ માનવીય સંબંધોની જટીલતા અને ક્ષમા ભાવનાને ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત કરતી સસ્પેનસ થ્રીલર ફિલ્મ છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં શોર્ટ ફિલ્મ્સ માટે ‘પોકેટ ફિલ્મ્સ’ યુ ટૂબ ચેનલ છે,જે શોર્ટ ફિલ્મ્સ પ્રસિદ્ધ કરે છે.મહત્વની બાબત એ છે કે આ ચેનલના 33 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.આ લાખો દર્શકો ધરાવતી શોર્ટ ફિલ્મ્સની ખૂબ જાણીતી ચેનલે નવસારીની બન્ને શોર્ટ ફિલ્મ ચાર્લી અને ચક્રને પસંદ કરી તેની યુ ટૂબ ચેનલ ઉપર પસંદ કરી છે.

વધુ નોંધનીય વાત એ પણ છે કે ફિલ્મ ચેનલ ઉપર દર્શાવતા જ તેને ખૂબ જ ટૂંકા સમયગાળામાં હજારો વયુઝ મળી દેશ વિદેશમાં વાહ વાહ પણ મળી છે. આમ નવસારીના કલાકારોએ શોર્ટ ફિલ્મ મારફત રાષ્ટ્રિય કક્ષાએ નામના મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...