દર વર્ષે સમગ્ર દુનિયામાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં ઝડપથી લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવજંતુની પ્રજાતિની સુરક્ષા માટે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે. જીવ વિવિધતાની સમૃદ્ધિ જ ધરતી પર રહેવા અને જીવનનિર્વાહ કરવા માટે યોગ્ય બનાવતી હોય છે, પરંતુ મુશ્કેલીએ છે સતત વધતું પ્રદુષણ અને માનવીની અસંતોષજનક લાલચ પ્રકૃતિ પર ખૂબ જ ભયાનક પ્રભાવ પાડી રહ્યું છે. જેના કારણે જીવજંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિ લુપ્ત થઇ ચુકી છે અને અમુક લુપ્ત થવાને આરે છે.
નવસારી અને ડાંગના વિસ્તારોમાં આપણે અવાર-નવાર દિપડા-દિપડીના હુમલા અને માનવવસ્તીમાં તેમની દેખાવાની ઘટના સામે આવે છે. વન્યજીવો સામાન્યત: માનવ સમુદાયથી દુર રહીને જીવન વ્યતિત કરતા હોય છે, પરંતુ તેમની રહેઠાણની જગ્યા અને શિકારની શોધમાં હવે તેઓ માનવવસ્તીમાં પ્રવેશી રહ્યાં છે. જે ખૂબ જ જોખમ કારક નિવડી રહ્યું છે. વિશ્વમાં જીવ અને વનસ્પતિની ઘણી પ્રજાતિઓ સમાપ્ત થઇ ચુકી છે, પરંતુ સામાન્ય વાત કહી શકાય. એક અનુમાન પ્રમાણે, કોઇપણ પ્રજાતિ અસ્તિત્વમાં આવ્યા બાદ 1 કરોડ વર્ષ બાદ વિલુપ્ત થઇ જાય છે.
જોકે ચિંતાનો વિષય એ છે કે, વર્તમાન સમયમાં માનવીની ગતિવિધિને કારણે, ગ્રિનહાઉસને ઇફેક્ટને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે, ક્લાઇમેટ ચેન્જ અને પ્રદુષણની સમસ્યાને કારણે જે રીતે વધી છે. તેના કારણે પ્રજાતિઓની વિલુપ્ત થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જવા પામી છે. સામાન્યત: વિલુપ્ત થવામાં જેટલો સમય લાગે છે તેના કરતા વધુ ઝડપી રીતે પ્રજાતિઓ વિલુપ્ત થઇ રહી છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
વિશ્વ વન્યજીવ દિવસ 2022ની થીમ
વિશ્વ વન્યજીવ દિવસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે એક થીમ જાહેર કરવામાં આવે છે. જેનાથી વિલુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવજંતુઓની પ્રજાતિની સુરક્ષા માટે જાગૃતિ આવે. વિશ્વ વન્યજીવ દિવસ 2022ની થીમ Recovering key species for ecosystem restoration છે.
શા માટે જરૂર પડી વન્ય જીવોના સંરક્ષણની જરૂર
માણસોએ લાલચ માટે પ્રાણીઓના િશકાર કર્યા અને તેમના શરીરના મહત્વપૂર્ણ અંગોની મોટા સ્તરે તસકરી કરી. જેના કારણે અમુક પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ અથવા લુપ્ત થવાના કગાર પર આવી ગઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.