તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ ક્ષેત્રે સમાજની તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાશે

આગામી 9મી ઓગસ્ટ રવિવારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની થનારી ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી અંતર્ગત હાથ ધરાનારા કાર્યક્રમોના સુચારા આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી અંતર્ગત જિલ્લામાં ચીખલી તાલુકાના સુરખાઇમાં અને વાંસદા તાલુકાના ખંભલાવમાં યોજાનારા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન દ્વારા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી પ્રતિભાઓનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાશે.

ગત વર્ષના તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાના આદિવાસી રમતવીરો, સમાજસેવા કે અન્ય ક્ષેત્રે અગ્રણી આદિવાસી મહિલા આગેવાનો, પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો-પશુપાલકો, સમાજસેવા કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે આદિવાસી અગ્રણીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. તદ્ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભનું વિતરણ કરાશે. બેઠકમાં નવસારી જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે વિશ્વ આદિવાસી ઉજવણી પ્રસંગે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે આયોજન કરવા જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગે ધો. 10 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમે આવનાર આદિવાસી વિદ્યાર્થીને સન્માન સમારોહમાં લાવવા અને લઇ જવાની વ્યવસ્થા કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગે પ્રગતિશીલ આદિજાતિ ખેડૂતનું સન્માન કરવા-આદિજાતિ લાભાર્થીઓને કીટ આપવાની વ્યવસ્થા તેમજ લાભાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડ, પ્રાયોજના વહીવટદાર એમ.એલ.નલવાયા, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...