તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ કેન્સર દિવસ:વિશ્વ કેન્સર દિવસની થીમ આઇ એમ & આઇ વીલ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ર વર્ષે વિશ્વમાં 04 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સરથી બચાવ અને તેના પ્રત્યે જાગરૂકતા લાવવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1993માં કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસની થીમ આઇ એમ એન્ડ આઇ વીલ રાખવામાં આવી છે. આ થીમ 2019 થી 2021 સુધી રાખવામાં આવી છે, જે આ વર્ષે પણ યથાવત છે. સૌ પ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1993માં જિનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC)દ્વારા ઉજવવામાં આવ્યો હતો.

કેન્સરના જોખમો વિશે સામાન્ય લોકોને જાગરૂક કરવા અને તેના લક્ષણ અને બચાવની માહિતી આપવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આજે કેન્સરને અસાધ્ય કહેવું ખોટું હશે પણ કેન્સરથી થનાર નુકશાન કેટલીક વાર સામાન્ય વ્યક્તિનું જીવન સમાપ્ત કરી નાખે છે. કેન્સરની જાણ બાયોપ્સી નામના ટેસ્ટ પરથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, તંબાકુના ઉપયોગ કેન્સરનું સૌથી મહત્વપૂર્ણ જોખમી પાસુ છે અને લગભગ 22% કેન્સરથી થનાર મોત માટે જવાબદાર છે.

કેન્સરના પ્રકાર
આમ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે સૌથી વધુ સામે આવે છે તેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવસનું કેન્સર, બોન કેન્સર, મોઠાનું કેન્સર અને ફેંફસાના કેન્સરનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો