તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:નવસારીમાં 153 કરોડના ખર્ચે બનનારા નવા ST ડેપોનું કામ ફરી પૂરજોશમાં શરૂ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 54 ટકા કામ પૂર્ણ થયા બાદ લોકડાઉનમાં અટકી ગયું હતું

ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા એસટી ડેપો તરીકે જાણીતા બની ચૂકેલા નવસારી એસટી ડેપોનું રૂ.153 કરોડના ખર્ચે નવનિર્માણ કરાઇ રહ્યું છે. લગભગ 54 ટકાથી વધુ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે વર્ષના અંત સુધીમાં તે ખુલ્લુ મુકાય તેવી શક્યતા છે. એસટીને લગતી તમામ સુવિધાઓ આ ડેપોમાં રહેશે. આ સાથે મોલ અને ફુડ ઝોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા હાલના તબક્કે ઝડપી ગતિએ કામગીરી પાર પાડવામાં આવી રહી છે.

નવસારીમાં અધ્યતન બસ ટર્મિનલ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો. અગાઉ જ્યાં બસ ડેપો હતું ત્યાંજ નવું ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે. જોકે કોરોનાકાળને કારણે થોડા સમય માટે આ કામગીરી પર રોક લાગી હતી. પરંતું હાલના તબક્કે રૂ. 153 કરોડના ખર્ચે તૈયાર થનાર નવનિર્માણ પામી રહેલા એસટી ડેપોમાં અધ્યતન સુવિધા ઉભી કરવામાં આવશે. નવસારીમાં અધ્યતન બસ ટર્મિનલ બનાવવા માટે સરકારે મંજૂરીની મહોર માર્યા બાદ તાજેતરમાંજ આ ડેપોની કામગીરીને પૂર્ણ કરવા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. એસટી ડેપો સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટુંકાગાળામાંજ સરકારને આ કામગીરીને હવાલો આપી દેવામાં આવશે. એસટીને લગતી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આગામી દિવસોમાં આ કામગીરીને આખરી ઓપ અપાશે. જેના થકી નવસારી જિલ્લાની મુસાફર જનતાને લાભ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો