તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુસિવ:નવસારીમાં બુલેટ ટ્રેન માટેનું સ્ટ્રકચર ઉભું કરવાની કામગીરી શરૂ, કેસલી ગામે કેરીની પ્રતિકૃતિવાળું બીલીમોરા સ્ટેશન બનશે

નવસારી25 દિવસ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
નવસારી નજીકના કછોલ ગામે શરૂ થયેલ બુલેટ ટ્રેનની કામગીરી. - Divya Bhaskar
નવસારી નજીકના કછોલ ગામે શરૂ થયેલ બુલેટ ટ્રેનની કામગીરી.
  • નવસારી જિલ્લામાં સંપાદનની મુશ્કેલી મહદઅંશે ઉકેલાતા ટ્રેનનો ટ્રેક ઉભો કરવા સંદર્ભનું કામ શરૂ કરાયું
  • 12 મીટર ઉંચાઈએ દોડનારી ટ્રેન માટે સોઈલ ટેસ્ટીગ, પાયલે કાસ્ટીંગનું કામ શરૂ, કેસલીમાં 12 હેકટરની જગ્યામાં સ્ટેશન બનાવાશે

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજકટ ગણાતા બુલેટ ટ્રેનનું કામ નવસારી જિલ્લામાં શરૂ થઈ ગયું છે. જિલ્લામાં એકમાત્ર કેસલીમાં બનનાર સ્ટેશન આ વિસ્તાર કેરીનો બાગાયતી વિસ્તાર હોઈ કેરીની પ્રતિકૃતિવાળું બનાવવાનો નિર્ણય લેવાયો છે.

કેસલી ગામે બનનારા ટ્રેનના સ્ટોપેજની જગ્યા.
કેસલી ગામે બનનારા ટ્રેનના સ્ટોપેજની જગ્યા.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન અહીંના નવસારી જિલ્લાના પણ 28 ગામોમાંથી પસાર થનાર છે. લગભગ ત્રણેક વર્ષ જમીન સંપાદનની માથાકૂટ બાદ સારું વળતર જાહેર થતા મહદઅંશે (સંપૂર્ણ નહિ )આ પ્રશ્ન ઉકેલાયો છે. ત્યારબાદ હવે ટ્રેન દોડાવવા માટેનું સ્ટ્રક્ચર ઉભું કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં બુલેટ ટ્રેન 37 કિમિ લંબાઈના વિસ્તારમાં 10થી 12 મીટરની ઉંચાઈએ દોડશે, જે માટે ગામોમાં સોઈલ ટેસ્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે.

કેસલીમાં બીલીમોરા રેલવે સ્ટેશન બનશે
આ તો ઠીક નવસારી કછોલ નજીક પાઈલે કાસ્ટિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે.મસમોટી મશીનરી આ માટે ઉતારાઈ છે. બીજી તરફ બુલેટ ટ્રેનનું જિલ્લાનું એકમાત્ર કેસલીમાં 12 હેકટરની જગ્યામાં બીલીમોરા સ્ટેશન બનશે. નોંધનીય બાબત એ છે આ વિસ્તાર કેરીનો બાગાયતી વિસ્તાર હોય સ્ટેશન ઉપર કેરીની પ્રતિકૃતિ જોવા મળશે અને અનોખી છાપ છોડશે એમ નેશનલ હાઇસ્પીડ રેલવે કોરિડોરના સુત્રોમાંથી જાણવા મળે છે.

સ્ટેશન સાથે મુખ્ય રસ્તાઓનું સંકલન કરાશે
બુલેટ ટ્રેનનું સ્ટેશન બનનાર હોઈ કેસલીમાં રોડ સહિત અન્ય સુવિધા પણ વધશે. સ્ટેશન સાથે નજીકના રાજ્ય ધોરીમાર્ગ અને મુખ્ય ગ્રામ્ય રસ્તાઓને પણ જોડવાનું સ્થાનિક સ્ટેટ ઓથોરિટી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવશે.

જમીન વળતરના 360 કરોડ તો ચૂકવાઇ ગયા
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રાજ્યમાં જમીન સંપાદનનો સૌથી પેચીદો પ્રશ્ન નવસારી જિલ્લામાં હતો. અહીંની જંત્રી બજારની જમીનની વાસ્તવિક કિંમત કરતા ખૂબ જ ઓછી હોય અસરગ્રસ્તો ઓછી કિંમતે જમીન આપવા તૈયાર ન હતા. બે થી ત્રણ વર્ષ આંદોલન ચાલ્યું અંતે જમીનના ભાવ વધારાતા અસરગ્રસ્તો રાજી થયા હતા. વધારાયેલ જમીનના વળતરની ચુકવણી કેટલાક સમયથી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જમીન સંપાદનનું કુલ વળતરની રકમ જિલ્લામાં અંદાજીત 408 કરોડ રૂપિયા થાય છે, જેમાં 360 કરોડ જેટલી રકમ તો ચૂકવાય પણ ગયાનું સરકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ટ્રેન 28 ગામોના 37 કિમી વિસ્તારમાંથી પસાર થશે
આસણા, દાભેલ, ધામણ, વેજલપોર, પરથાણ, પડઘા, આમરી, આમડપોર, ધારાગીરી, વિરવાડી, નસીલપોર, સિસોદરા, કછોલ, ખડસુપા, ઇચ્છાપોર, પીંજરા, માણેકપોર, પાથરી, ધનોરી, વડસાગણ, ખેરગામ, દેસાડ, પાટી, કેસલી, નાદરખા, ઉંડાચ, વંકાલ, ઘેકટીના કુલ 37 કિમી વિસ્તારમાંથી ટ્રેન પસાર થશે.

અન્ય સમાચારો પણ છે...