તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇક પરથી પટકાયેલી વિજલપોરની મહિલાનું મોત

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેંસ આડે આવી જતા અકસ્માત નડ્યો
 • દંપતી દાંડી લગ્નમાં જઇ રહ્યું હતું

વિજલપોરની જલકમલ સોસાયટીમાં રહેતા પટેલ દંપતી દાંડીમાં લગ્નમાં જવા બાઈક પર નીકળ્યા હતા. કૃષિ યુનિવર્સિટી નજીક રસ્તા પાસે ભેંસ અચાનક રસ્તા પર આવી જતા પતિએ બાઈકને બ્રેક મારતા પત્ની રસ્તા પર પટકાતા ઈજા પહોંચી હતી. તેમનું 3 દિવસની સારવાર બાદ મોત થયું હતું. આ ઘટનાને પગલે વિજલપોરની જલકમલ સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વિજલપોરના મુકેશભાઈ દેવજીભાઈ પટેલે જલાલપોર પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેઓ તેમની પત્ની અનુલાબેન સાથે દાંડી મુકામે તેમના સ્વજનના લગ્ન હોય ત્યાં જવા 5મી માર્ચે બાઈક પર નીકળ્યા હતા. દરમિયાન સાંજના અરસામાં તેઓ બાઈક લઇ કૃષિ યુનિવર્સિટી નજીક રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે ભેંસ આવી જતા મુકેશભાઇએ બાઈકને બ્રેક મારતા અનુલાબેન પડી ગયા હતા. જેને પગલે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નવસારી બાદ સુરત લઈ જવાયા હતા. જ્યાં અનુલાબેનનું 3 દિવસની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની અહેકો પ્રવિણભાઈ રતનાભાઈ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો