તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં હાઇવે નંબર 48 પર ઉન ગામ પાસે કારચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવીને ડિવાઇડર સાથે અથડાવી દેતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાલક સહિત 4ને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતા. વિજલપોરમાં રહેતા કૈલાસ છોગા પુરોહિતે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના ગામના રાહુલભાઇ ગૌરીશંકર રાજગોર (રહે. ભટરા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા) પોતાની કાર (નં. GJ-08-Bs-8338)માં અન્ય ચાર પરિવારજનો સાથે મુંબઈ જતા હતા.
દરમિયાન સોમવારે સાંજે 5.30 વાગ્યાના અરસામાં નવસારીમાં હાઇવે નં. 48 પરથી પસાર થતા હતા ત્યારે ચાલક રાહુલ રાજગોરે કાર પૂરપાટ ઝડપે ચલાવી ઉન પાટીયા બ્રિજ પહેલા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી કારને રોડની સાઇડના ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. જેને પગલે કારમાં બેસેલા વીણાબેન ભરતકુમાર પુરોહિત (ગોમતીવાળ) (ઉ.વ. 22, રહે. મંડાર, તા. રેવદર, રાજસ્થાન)નું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક રાહુલ, કિર્તીભાઇ શંકરલાલ પુરોહિત, જોશનાબેન કિર્તીભાઇ પુરોહિત અને નવીન કિર્તીભાઇ પુરોહિત (ઉ.વ. 5, તમામ રહે. સોરડા, તા. રેવદર, જિ. સિરોહ)ને ગંભીર ઇજા થઇ હતી. તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.