તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સિટી સ્કવેર એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળેથી નીચે પટકાયેલી મહિલાનું મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ રમતા યુવાનોએ ઘટનાની જાણ અગ્રણીઓને કરી

નવસારીમાં એસપી કચેરી સામે આવેલા સિટી સ્કવેર એપાર્ટમેન્ટ ની સી વિંગમાં રહેતી છઠા માળે રહેતી 50 વર્ષીય મહિલા છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.ઘટનાની વધુ તપાસ ચારપુલ ચોકી કરી રહ્યા છે. નવસારીમાં એસપી કચેરીની સામે સિટી સ્કવેર એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં સી વિંગમાં છઠ્ઠા માળે ભાવનાબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ. 50) એકલા જ રહેતા હતા. તેઓ શનિવારે 3.45 વાગ્યાના અરસામાં ઘરમાં એકલા હતા ત્યારે તેઓ અકસ્માતે છઠ્ઠા માળેથી પડી ગયા હતા.

તેઓ ભોંયતળિયે રહેતા સંગીતાબેનના ઘરની પાછળ આવેલા સિમેન્ટના પતરા પર પડ્યાં હતાં. આ ઘટનાની એપાર્ટમેન્ટના પરિસરમાં ક્રિકેટ રમતા યુવાનોને ખબર પડતાં તેઓએ એપાર્ટમેન્ટના અગ્રણીઓને જાણ કરી હતી. જોકે ગંભીર ઇજાગ્રસ્ત ભાવનાબેનને તેમના બનેવી અશ્વિનભાઈ પટેલ પારસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડો. બીજલબેને તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસ ઘટનાસ્થળે ધસી આવી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...